Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અગાઉ INDIA ગઠબંધનની બેઠકની તારીખ ટાળી દેવાયા પછી કોંગ્રેસ દ્વારા નવી તારીખની જાહેરાત કરાઈ છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે આજે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ઈન્ડિયા ગઠબંધનની ચોથી બેઠક મંગળવારે 19 ડિસેમ્બર-2023ના રોજ નવી દિલ્હીમાં બપોરે 3 કલાકે યોજાશે. અગાઉ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે સહિત ગઠબંધનના મુખ્ય નેતાઓના નિર્ણય પછી ગઠબંધનની બેઠક 17 ડિસેમ્બર સુધી સ્થગિત કરી દીધી હતી.

6 ડિસેમ્બરે યોજાવાની હતી બેઠક, જોકે 4 નેતાઓએ ઈન્કાર કરતા ટળી ગઈ હતી

કોંગ્રેસે 6 ડિસેમ્બરે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસઢ, તેલંગણાના ચૂંટણી પરિણામો જાહેર કર્યા બાદ બેઠક યોજવાની તૈયારીઓ કરી હતી. જો કે ગઠબંધનના 4 દિગ્ગજ નેતાઓ બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી , સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને જુદા જુદા કારણોસર બેઠકમાં ઉપસ્થિત રહેવાનો ઈન્કાર કર્યો છે તેના કારણે કોંગ્રેસે 6 ડિસેમ્બરની બેઠક ટાળી હતી. વિધાનસભા ચૂંટણી પરિણામોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની હાર થઈ હતી. હવે માત્ર કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને તેલંગણામાં જ કોંગ્રેસની સરકાર છે જ્યારે ગઠબંધન તરીકે બિહાર અને ઝારખંડમાં કોંગ્રેસ સત્તા પર છે. 

આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 166 નવા કેસ, જાણો કયા સૌથી વધુ કેસ નોંધાયા