Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- કલર મર્ચન્ટ કો-ઓપરેટિવ બેંકમાંથી લોન જ મળી નથી અને ભરવા માટે હેરાન કરવાનો આક્ષેપ

- બેંકના અધિકારીઓ લોનની રકમ ઓળવી ગયાનો આક્ષેપ

- હાઈકોર્ટે આરોપીઓના આગોતરા જામીન મંજૂર કરતા, ફરિયાદીઓ હતાશ થયા

અમદાવાદ: હાઈકોર્ટે આરોપીઓના આગોતરા જામીન મંજૂર કર્યા બાદ, નિરાશ ચાર ફરિયાદીઓએ હાઈકોર્ટમાં ફિનાઈલ ગટગટાવી લેતા અચાનક જ સનસનાટી મચી ગઈ હતી. આ ઘટના બાદ પોલીસે તમામ વસ્તુઓ જપ્ત કરી હતી અને ફિનાઈલ પી જનારા ચારેય લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખેસાડાયેલા. આ ઘટના બાદ, હાઈકોર્ટના જસ્ટિસ કોર્ટની કાર્યવાહી પડતી મુકીને ઉભા થઈને જતા રહેલા.

કેસની વિગત જોઈએ તો, આપઘાતનો પ્રયાસ કરનાર શૈલૈષ પંચાલ, જયશ્રી પંચાલ અને અન્ય બે લોકોએ ધંધાર્થે કલર મર્ચન્ટ કો-ઓપરેટિવ બેંક પાસેથી લોન લીધી હતી. જો કે, આ લોન તેમને મળી ન હતી અને આ અંગે તેમને પોલીસ ફરિયાદ પણ નોંધાવેલી. આ કેસમાં આરોપીઓએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલી. ફરિયાદીઓનો આક્ષેપ છે કે બેંકના અધિકારીઓ લોનની રકમ ઓળવી ગયા છે. આ કેસમાં પોલીસે આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરી જ નથી. આ સંજોગોમાં તેમને ન્યાય માટે ક્યાં જવુ? આ અંગે સરકારમાં ઉચ્ચ સ્તરે પણ રજૂઆત કરેલી. આ લોનની રકમ તેમને મળી જ નથી અને બેંકના સત્તાધીશો કહે છે કે તેમને પૈસા ભરવા પડશે નહીંતર તેમના ઘરને જપ્ત કરી લેવાશે.