Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

બુધવારથી એટલે કે 6 ડિસેમ્બરથી 10મી તારીખ સુધી ગુજરાતના તમામ ભાગોનું હવામાન વધારે શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે.

હાલ રાજ્યમાં શિયાળાની સાથે સાથે કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં હજી બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. રવિવારે પણ રાજ્યમાં અમદાવાદ સહિત ઘણા વિસ્તારોમાં વાતાવરણના પલટાની સાથે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે. તો રાજ્યમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસશે તે અંગેની હવામાન વિભાગ દ્વારા આગાહી જાણીએ.

હવામાન વિભાગની આપેલ માહિતી અનુસાર, આજે સપ્તાહની શરૂઆતમાં જ એટલે સોમવારે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને સુરત તથા સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના રહેલ છે. જ્યારે ગુજરાતના અન્ય જિલ્લાઓ તથા દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં શુષ્ક હવામાનની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની વેબસાઇટમાં આપેલ માહિતી મુજબ, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, છોટા ઉદેપુર અને નર્મદા અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના રહેલી છે. જ્યારે ગુજરાતના અન્ય જિલ્લાઓ તથા દીવ, દમણ,દાદરા નગર હવેલીમાં પણ શુષ્ક હવામાનની આગાહી કરવામાં આવી છે.

આ માહિતી અનુસાર બુધવારથી એટલે કે 6 ડિસેમ્બરથી 10મી તારીખ સુધી ગુજરાતના બધા જ ભાગોનું હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે.

નોંધનીય વાત એ છે કે, રવિવારે સવારે રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા બાદ અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણની વચ્ચે અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું હતુ.

તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતા જણાવવામાં આયુ હતું કે, બંગાળની ખાડીમાં ભીષણ વાવાઝોડાની આશંકા જોવા મળી રહી છે. જેમા ઓડિશા, તમિલનાડુ, આંધ્રપ્રદેશને અસર થવાની સંભાવના રહેલ છે. જેને પગલે દક્ષિણ ભારતમાં આક્રમક વરસાદ થવાની આશંકા રહેલ છે. આ સિવાય 150ની ઝડપથી પવન ફૂંકાઈ શકે તેમ કહવામાં આવી રહ્યું છે. ભેજની સિસ્ટમ ઉત્તર ભારત સુધી પહોંચી જશે. અરબ સાગરમાંથી ભેજ કાંઠા વિસ્તારમાં આવશે. 20 ડિસેમ્બર સુધી રાજ્યનું વાતાવરણ સતત બદલાતું રેહશે. 8 ડિસેમ્બર સુધી બંગાળની ખાડીમાં  વાવાઝોડાની અસર રહેશે. આ વાવાઝોડાની અસર 9 થી 11 ડિસેમ્બર સુધી જોવા મળશે. 14 થી 20 ડિસેમ્બર દરમિયાન પણ રાજ્યમાં માવઠું રેહવાની સંભાવના રહેલી છે. 7 ડિસેમ્બર સુધી માવઠાની અસર યથાવત રેહશે.

આ પણ વાંચો : ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર, કાંટાળા તારનું ફેન્સીંગ કરી સહાય માટે આ તારીખથી કરી શકશો અરજી