Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

પાકિસ્તાનમાં સતત ત્રીજા દિવસે આતંકવાદી હુમલો થયો છે. આ પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાનમાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, આતંકવાદીઓએ ડેરા ઈસ્માઈલ ખાનમાં ટેન્કના ગુલ ઈમામ વિસ્તારમાં પોલીસ ચેક પોસ્ટ પર હુમલો કર્યો હતો.

હુમલામાં ઘાયલ થયેલા પોલીસકર્મીનું નામ વહીદ ગુલ છે. રાહત કાર્ય માટે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી પણ ગઈ છે. પ્રાથમિક તપાસ મુજબ હુમલામાં ઉપયોગમાં લેવાયેલા વિસ્ફોટકોને હજુ સુધી શોધી શકાયા નથી.

મિયાંવાલી એરબેઝ પર થયો હતો હુમલો

ગઈ કાલે સવારે પંજાબ પ્રાંતના મિયાંવાલી એરબેઝ પર કેટલાક આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલાના કારણે એરબેઝને ઘણું બધુ નુકસાન થયું હતું. હુમલાખોરોએ એરબેઝમાં ઘૂસવા માટે સીડીનો ઉપયોગ કર્યો હતો. એરબેઝ પર હુમલા પછી પાકિસ્તાની સેનાએ 9 આતંકીઓને ઠાર કર્યા હોવાની વાત કહી હતી. આ હુમલાની જવાબદારી તહરીક-એ-જેહાદે લીધી હતી. આ સંગઠને અત્યાર સુધીમાં છ હુમલાની જવાબદારી લીધી છે. હજુ સુધી આ સંસ્થા વિશે વધુ માહિતી મળી નથી. અનેક નિષ્ણાતો તહરીક-એ-જેહાદને રહસ્યમય સંગઠન પણ ગણાવે છે.

આતંકવાદી હુમલામાં 14 પાકિસ્તાની સૈનિક શહીદ

શુક્રવારે પાકિસ્તાનના ગ્વાદર જિલ્લામાં સુરક્ષાદળોના વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 14 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. આ હુમલાને લઈને ISPRએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, સેનાના બે વાહનો ઓરમારા તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને 14 જવાનો શહીદ થયા છે.