Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

NGN દ્વારા જિતેન્દ્ર પટેલ સાથે ખાસ મુલાકાત કરવામાં આવી હતી. જિતેન્દ્ર પટેલ સાથે ખાસ વાતચિતમાં તેમણે જણાવ્યું કે, જ્યારે મે રાજનીતિનું પેહલું પગલું ભર્યું ત્યારે કોગ્રેસની બોલાબાલા હતી અને કોગ્રેસની જે પરિસ્થિત હતી તે સમયે ભારતીય જનતા પાર્ટી એટલે શું તે કોઈ જાણતું ન હતું. પરંતુ જે જનસનના કાર્ડથી ભારતીય જનતા પાર્ટીનું નિર્માણ થયું. સૌથી પહેલા કોર્પોરેશનનું ઇલેકશન આવ્યું. જેમાં મે પ્રથમ વાર 1982માં બુથના કાર્યકતા તરીકે કામ કર્યું હતું. સંગઠનમાં જવાબદારી નિભાવતા નિભાવતા આજે શહેરમાં મહામંત્રી તરીકેની જવાબદારી છે અને ઘારાસભ્ય તરીકે આ વિસ્તારમાં રહેતા તેવાં માનનીય કેન્દ્રિય ગૃહમંત્રી અને સાંસદ એવા અમિત શાહ સાથે પણ મે ઘણું કામ કરેલું છે. ભારતીય જનતા પાર્ટીએ જે જવાબદારી આપી છે તેના માટે હું તેમનો આભાર માનું છું.

જયારે બીજેપીની ટીકીટ મળે એટલે જીત પાક્કી આ વિષે નેતાજી શું બોલ્યા

વધુમાં જિતેન્દ્ર પટેલે કહ્યું કે, જે વખતે મારી રાજનીતિની શરૂઆત થઈ ત્યારે કાર્યકર્તા શોઘવા પડતા હતા. જયારે પાર્ટીના વિચાર સાથે જોડવાનો પ્રયત્ન કરતા હતા. હિન્દુત્વ વિચારઘારા સાથે જોડાવાનો પ્રયત્ન કરતા હોય છે. હિન્દુસ્તાનમાં હિન્દુ રહે છે એટલે હિન્દુસ્તાન વિચાર ફેલાય અને સાથે જોડાયે તેના માટે અમે કામ કરીએ છે. હિન્દુસ્તાનમાં રહેનારા લોકોને અમે સિવિકારીયે છે.


વિઘાનસભામાં નેતાજીનો પહેલો અનુભવ

મે સંગઠનમાં પણ કામ કર્યું છે અને મેયર ,ધારાસભ્ય, મંત્રી સાથે પણ કામ કર્યું છે. સાથે જ નારાયણપુરામાં ધારાસભ્ય તરીકે કામ કર્યુ છે. મારા પહેલા જ અમિત શાહએ શરૂઆત કરી હતી. નારાયણપુરા નેતાઓ માટેનું ગંઢ છે. આમ આદમીની જે માંગ હોય છે તે અમે પુરી કરીએ છે. નારાયણપુરાના રસ્તાઓ સારા છે. સ઼્પોર્ટસ માટેનું મેદાન અમિત શાહે ખાર્તમૂર્ત કર્યું હતું. જે અત્યારે પણ ચાલે છે.

નેતાજીની 5 વર્ષ પછીની ભવિષ્યવાણી

તેમણે વધુમાં કહ્યું કે, હાલ પણ હું પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને હમેશા રહીશ. કાર્યકર્તાની જવાબદારી પૂરેપૂરી નિભાવું છું. ભારતીય જનતા પાર્ટીની 26 -26 સીટ જ આવશે તેવી અમારી આશા છે. વિધાનસભામાં ચૂંટણીમાં સાબરમતી અને એલિસબ્રિજ સીટ પર ભારે જીત નોંધાવી હતી જેને કારણે કોગ્રેસ અને આમ આદમી પાર્ટીની ડિપોજીટ ગઈ હતી. અંતમાં જિતેન્દ્ર પટેલે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી તેની 26-26 સીટ જીતશે જ તેવી મને આશા છે અને સાથે જ  અમને જે જવાબદારી આપશે એ અમે ખુબજ પ્રામાણિકતાથી કરીશું. 

આ પણ વાંચો : MLA અમિત ઠાકરની NGN સાથે ખાસ મુલાકાત