Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય માહિતી આયોગે સુનાવણી સમયે મોબાઈલ રાખવા

ઓપન હિયરીંગના નિર્ણયો લીધા

ગુજરાત રાજય માહિતી આયોગમાં માહિતી આપવામાં બહાના, કેસોની સુનાવણી દરમિયાન કેટલીક ત્રુટિઓ અને પક્ષકારોને હાલાકી મુદ્દે આરટીઆઇ એકતા મંચે કરેલી જાહેરહિનતી અરજીમાં હાઇકોર્ટે આયોગને આદેશ કર્યો છે કે અરજદારને સાંભળી યોગ્ય નિર્ણય લેવામાં આવે. જેના અનુંસધાનમાં આયોગમાં પક્ષકારોને મોબાઇલ સહિત ઇલેક્ટ્રોનીક ડિવાઇસ લઇ જવા મંજૂરી, તમામ સુનાવણીનું ઓપન હીયરીંગ સહિતના નિર્ણયો લેવાયા છે.

હાઇકોર્ટના આદેશના પગલે આરટીઆઇ એકતા મંચ તરફથી કરાયેલી રજૂઆત સંદર્ભે ગુજરાત રાજય માહિતી આયોગને પોતાના વહીવટમાં પારદર્શિતા લાવતાં ઉપરોકત નિર્ણયો લેવાની ફરજ પડી હતી. જેમાં અપીલના ફોર્મમાં અપીલ કરવાના કારણો દર્શાવવા શબ્દોની જે સંખ્યા મર્યાદા હતી તે પણ દૂર કરવામાં આવી છે.

આરટીઆઇ એકતા મંચ દ્વારા જણાવાયું  હતું કે, અપીલ-ફરિયાદની રજૂઆતમાં અરજદારો પોતાની વાત વિગતવાર મૂકી ના શકે તે હેતુથી નિયત કરાયેલા ફોર્મમાં મર્યાદિત શબ્દોની સંખ્યામાં જ અપીલ ફરિયાદ થઇ શકે તેવી પ્રથા ફરજિયાત કરાઇ હતી, તો કયા હેતુથી આરટીઆઇ હેઠળ માહિતી માંગવામાં આવે છે તેવા સવાલો કચેરી તરફથી કરવામાં આવતા હતા.

આયોગમાં સુનાવણી વખતે અરજદારોના મોબાઇલ ફોન બહાર રાખવામાં આવતા હતા. તમામ કાગળોની હાર્ડકોપી અરજદારે ખર્ચ કરી કઢાવવી તેવી પરિસ્થિતિનું નિર્માણ કરાયું હતું. જેને પગલે મંચ દ્વારા આયોગને વારંવારની રજૂઆત છતાં કોઇ પરિણામ નહી આવતાં હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ હતી. જેમાં હાઇકોર્ટે અરજદારપક્ષના સંબંધિત મુદ્દાઓ અને રજૂઆત પરત્વે કારણો સાથેનો કાયદાનુસાર નિર્ણય કરવા આયોગને હુકમ કર્યો હતો.

આ પણ વાંચો : હાઈકોર્ટનો રાજ્યના ડીજીપી અને કાયદા સચિવને આદેશ