Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદમાં યોજાઇ રહેલા 'ફ્લાવર શો' જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા 9 દિવસમાં 5 લાખથી વધુ મુલાકાતીઓ ફ્લાવર શોની મુલાકાત લઇ ચૂક્યા છે અને તેનાથી અંદાજે રૂપિયા 3 કરોડથી વધુની આવક થયેલી છે. 

રવિવારે એક દિવસમાં 85 હજારથી વધુ મુલાકાતીઓથી રૂ.65 લાખથી વધુની આવક થઇ

રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે ૩૦ ડિસેમ્બરથી ફ્લાવર શોનો પ્રારંભ થયો હતો. સોમવારથી શુક્રવાર સરેરાશ 35 હજાર જ્યારે શનિવાર-રવિવારના સરેરાશ 70 હજારથી વધુ મુલાકાતીઓ ફ્લાવર શોની મુલાકાત લેતા હોય છે. જેમાં 7 જાન્યુઆરીના રવિવારે સાંજ સુધી 85 હજારથી વધુ ટિકિટ વેચાઇ ચૂકી હતી. હજુ  રાત સુધીમાં ટિકિટ વેચાણનો આ આંક 1 લાખ થઇ શકે તેવી સંભાવના છે. ફ્લાવર શોનું સમાપન 15 જાન્યુઆરીના થશે. પરંતુ હાલમાં જે પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે એ જોતાં તેને 26 જાન્યુઆરી સુધી લંબાવવા માટે શહેરીજનોની માગણી થઇ રહી છે. 

ફ્લાવર શો : ક્યારે કેટલી ટિકિટનું વેચાણ?

તારીખ ટિકિટ વેચાણ

30 ડિસે. 22,000

31 ડિસે. 72,000

1 જાન્યુ. 78,000

2 જાન્યુ. 36,768

3 જાન્યુ. 32,880

4 જાન્યુ. 32,842

5 જાન્યુ. 38,000

6 જાન્યુ. 42,000

7 જાન્યુ. 80,000

ફ્લાવર શો : લોકો સ્વયંભૂ ઉમટે છે, પ્રચારની જરૂર જ નથી

અમદાવાદના રિવરફ્રન્ટ ચાલતો ફ્લાવર શો ખાસ્સો લોકપ્રિય બનતો રહ્યો છે. કોઈ પણ પ્રકારની ઝાઝી પબ્લિસિટી વગર અહીં હજારોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ એમાં રજૂ થઈ રહેલી બાબતો છે અને તેથી જ મુખોમુખ પ્રચાર- અર્થાત્ માઉથ પબ્લિસિટી થઈ રહી છે. લોકો ટિકિટ ખરીદવા લાંબી લાઈનો લગાવે છે અને ફ્લાવર શો નિરાંતે માણે છે. જે વસ્તુ સારી રીતે રજૂ થાય તો લોકો પૈસા ખર્ચીને પણ જાણવા-માણવા જાય છે તે બાબતની પ્રતિતિ આ શોથી થાય છે.

આ પણ વાંચો: વડોદરા કોર્પોરેશનમાં ક્લાર્કની 552 જગ્યા માટે પરીક્ષામાં ક્વોલિફાઇ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણીનો પ્રથમ રાઉન્ડ થયો પૂરો