Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

22મી જાન્યુઆરીનાં રોજ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે શ્રી રામ મંદિર માટે ધ્વજદંડ અમદાવાદ ખાતે આવેલ અંબિકા એન્જિનિયરિંગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ 5મી જાન્યુઆરીએ અમદાવાદથી પ્રસ્થાન થયેલો ધ્વજદંડ રામ મંદિર પહોંચ્યો હતો. 44 ફૂટ ઉંચા ધ્વજદંડને મંદિરનાં મુખ્ય શિખર પર સ્થાપિત કરવામાં આવશે. હાલ અયોધ્યા પહોંચેલા ધ્વજદંડને રામ મંદિરનાં પરિસરમાં રાખવામાં આવ્યો છે. 

મુખ્ય ધ્વજદંડને તૈયાર કરવામાં 50થી વધુ કારીગરને 6 મહિનાનો સમય લાગ્યો 

આ બાબતે કારીગર મૌલિક પંચાલે જણાવ્યું હતું કે, અયોધ્યા ભગવાન શ્રી રામ મંદિર માટે મુખ્ય ધ્વજદંડને તૈયાર કરવામાં 50થી પણ વધુ કારીગરોની મદદ લેવામાં આવી છે. આ ધ્વજદંડને બનાવતા 6 મહિના જેટલો સમય લાગ્યો છે. તેમજ આ ધ્વજદંડ અમદાવાદની અંબિકા એન્જીનીયરીંગ વર્કસમાં બનાવમાં આવ્યો છે. અમે 5મી જાન્યુઆરીએ ધ્વજદંડને લઈ અમદાવાદથી નીકળ્યા હતા અને 8મી જાન્યુઆરીએ અમે અયોધ્યા પહોંચ્યા છે. 

શું છે ધ્વજાદંડની વિશેષતાઓ?

ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે. 22મી જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે. ત્યારે રામ મંદિરમાં જે ધ્વજદંડ લાગશે તે અમદાવાદમાં બની રહ્યા છે. અમદાવાદના ગોતામા આવેલી ફેક્ટરીમાં રામ મંદિર માટે 7 ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યા છે. મેઇન ધ્વજદંજની ઊંચાઈ 44 ફૂટ છે અને તેનું વજન 5500 કિલો છે. આ ધ્વજદંડ રામ મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર લગાવવામાં આવશે.અન્ય 6 ધ્વજદંડ પણ આ જ ફેક્ટરીમાં બની રહ્યા છે.જેમાં એક ધ્વજદંડનું વજન 800 કિલો છે.