Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રાજસ્થાન હોસ્પિટલને અપાયેલી NOC સામે થયેલી RTI માં ફાયરનો ખુલાસો

 PR kankriya એ જવાબ આપતા કહ્યું: બહારના ભાગમાં વુડન કલેડિંગ હોવાથી આગ ફેલાઈ શકે તેમ નથી

30 જુલાઈની વહેલી સવારે શાહીબાગ વિસ્તારમાં આવેલી અમદાવાદની પ્રખ્યાત અને વિશાળ રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં અચાનક થી આગ લાગી હતી. થોડાક સમય સુધી તો આગને બુજાવવાની કામગીરી ત્યાં કરવામાં આવી હતી. પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તાત્કાલિક ફાયર વિભાગને કોલ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આઠ કલાકની મહેનત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી. તેમજ હોસ્પિટલને અપાયેલા NOC માં જણાવવામાં આવ્યું છે કે રાજસ્થાન હોસ્પિટલની બહારનો ભાગ વુડન કલેડિંગથી બનેલો છે. જેમાં વુડનનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે. જેના કારણે આગ ફેલાવવાની સંભાવના નહિવત છે. જો કે આ મામલે 28 મહિના પહેલા માર્ચ 2021 માં મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં રાજસ્થાન હોસ્પિટલના તમામ ફ્લોર અને બેઝમેન્ટમાં ફાયર સેફ્ટીની સગવડતાનો અભાવ હોવાના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.

અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં રહેતા સંજય શર્માએ માર્ચ 2021 માં આ મામલે મુખ્યમંત્રી કાર્યાલયમાં રજૂઆત કરી હતી. જે બાબતે ફાયર વિભાગે જવાબ આપતા કહ્યું હતું કે હોસ્પિટલની બહારના ભાગે તમામ જગ્યાએ વુડન કલેડિંગ કરવામાં આવ્યું છે. વુડનનું લાકડું વાપરવામાં આવ્યું છે. જેના કારણે આગ લાગવાની સંભાવના નહિવત તેમજ આગ ફેલાઈ શકે તેમ નથી. જેના તમામ ટેસ્ટ અને ક્વોલિટી ટેસ્ટના પ્રમાણપત્રો હોસ્પિટલ પાસે ઉપલબ્ધ છે.

આ ઘટનાને પગલે વહેલી સવારના સમયમાં જ ફાયર વિભાગની 20 ની આસપાસ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેમાં શાહપુરથી ભાવેશ રાવત, આસિફ શેખ તેમજ નરોડા થી સુધીર ગઢવી, પાંચકુવા, નવરંગપુરાથી મિતુલ મિસ્ત્રી, પંકજ રાવલ, અને મિતેશ પટેલ સહિતના તમામ અધિકારીઓ પોતાની અલગ અલગ ટીમો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને આગને બુજાવવાની કામગીરી હાથ ધરી હતી. જો કે આ સમગ્ર પ્રક્રિયામાં ફાયર વિભાગના અધિકારીઓને શાહીબાગ પોલીસનો સહયોગ પણ પ્રાપ્ત થયો હતો. જે મામલે ફાયર વિભાગના અધિકારી ભાવેશ રાવતે આગનો વિકરાળ રૂપ જોતા જ હોસ્પિટલના મેનેજમેન્ટ તથા પોલીસ વિભાગને જાણ કરતા તમામ દર્દીઓને બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું કહ્યું હતું. અને ત્યારબાદ એક બાદ એક તમામ 106 દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ મામલે NGN ન્યુઝ સાથે ફાયર અધિકારી ભાવેશ રાવતે વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે બેઝમેન્ટમાં ખુરશીઓ ફર્નિચર અને ગાદલાઓ પડ્યા હતા. જેમાં સ્પાર્ક થવાને કારણે આગ લાગી હતી અને આગે થોડાક જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે અમોએ વધુ પડતા જોખમને ધ્યાને રાખીને સમય સૂચકતા પ્રમાણે સતર્કતા રાખી 6 કલાકની મહા મહેનતે વિકરાળ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ ઘટનામાં અમારા 5 કર્મીઓને વોમીટીંગ તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા.


જો રાજસ્થાન હોસ્પિટલની વાત કરીએ તો જ્યારથી PR Kankariya એ રાજસ્થાન ટ્રસ્ટ હોસ્પિટલનું ચેરમેન પદ સંભાળ્યું છે. ત્યાર થી હોસ્પિટલની સુવિધાઓમાં અનેકવિધ વધારો થયો છે. 250 જેટલા વિશાળ બેડ ધરાવતી રાજસ્થાન હોસ્પિટલમાં 22 બેડ તો માત્ર નિશુલ્ક ચાલે છે. જેમાં ગરીબ દર્દીઓને વિનામૂલ્યે તમામ પ્રકારની દવાઓ તમામ પ્રકારના ડોક્ટરો દ્વારા કન્સલ્ટિંગ તેમજ શુદ્ધ અને પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે. અને જો કોઈ દર્દી હોસ્પિટલનો સામાન્ય ચાર્જ ભરવા માટે પણ સક્ષમ નથી તો તેવા દર્દીઓને ટ્રસ્ટનાં માધ્યમથી આર્થિક મદદ પણ કરવામાં આવે છે. રાજસ્થાન હોસ્પિટલના ટ્રસ્ટી પીઆર કાંકરિયાએ NGN ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે સમગ્ર અમદાવાદમાં ચાલતી હોસ્પિટલો કરતા સસ્તા દરે અમારી હોસ્પિટલમાં સારવાર થાય છે. માત્ર 50 રૂપિયામાં ડેન્ટલ, ગાયનેક, આંખ અને ગળાની તકલીફો તેમજ તમામ બોડી ચેકઅપ સહિતના રોગોનું નિદાન વિવિધ પ્રકારના નિષ્ણાંતો ડોક્ટરો દ્વારા કરવામાં આવે છે. આટલા ઓછા દરે કોઈ પણ હોસ્પિટલમાં સેવા કરવામાં આવતી નથી. રાજસ્થાન હોસ્પિટલ માનવસેવાનું કાર્ય કરે છે. અમારી હોસ્પિટલમાં ડોક્ટર કન્સલ્ટિંગની સારવાર પણ માત્ર 400 થી 600 રૂપિયામાં થાય છે એ પણ AC ની સુવિધા સાથે જ્યારે રાજ્યની કોઈ પણ બીજી હોસ્પિટલમાં ડોક્ટર કન્સલ્ટિંગનો ચાર્જ 1600 થી 2000 સુધીનો ચાલે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે કોરોના કાળનો સમય હતો ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ તમામ હોસ્પિટલો માટે ચાર્જ નક્કી કરવામાં આવ્યા હતા. ત્યારે અમારી હોસ્પિટલ દ્વારા સરકારી ગાઈડલાઈન કરતા પણ ઓછા દરે દર્દીઓની સારવાર અમે અહીંયા કરી રહ્યા હતાં. જે લગભગ કોઈ હોસ્પિટલમાં શક્ય ન હતું તેવા તમામ કાર્યો મારી હોસ્પિટલમાં આજ દિન સુધી શક્ય બન્યા છે. ત્યારે આ તમામ સુવિધાઓ અમે પોતાના ખર્ચે હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. જ્યારે હોસ્પિટલ તો માત્ર માનવસેવાનાં લક્ષ્યથી જ ચાલી રહી છે અને ચાલશે. અને ભવિષ્યમાં પણ આવા તમામ પ્રકારના કાર્યો અમે જનહિત માટે કરતા રહીશું. અને આગનો જે પણ સામાન્ય બનાવ બન્યો છે તે પણ ભવિષ્યમાં ન બને તેની સંપૂર્ણ તકેદારી અમે રાખીશું.

આ પણ વાંચો : સરખેજનાં શાંતિપુરા સર્કલ પાસે ગંદકીનું સામ્રાજ્ય, ગટર ઉભરાવો તેમજ રસ્તો સંપૂર્ણપણે બંધ તથા ખખડધજ હાલતમાં