Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

Egypt: ઇસ્માઇલિયાના પોલીસ હેડક્વાર્ટરમાં એક વિકરાળ આગની ઘટના બની હતી, જેમાં લગભગ 40 જેટલા લોકો  ઘાયલ થયા હતા, જે માહિતી આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી. આગની ઘટના બની ત્યારે બિલ્ડિંગમાં પોલીસકર્મીઓનો સંપૂર્ણ સ્ટાફ હાજર હતો.

ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં આગે ઇસ્માઇલિયા પોલીસ હેડક્વાર્ટરની આખી ઇમારતને ઘેરી લીધી હતી. મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં આગ લગતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા.  

ફાયર વિભાગની ટીમે આગને કાબુમાં લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી અને વધુ આગ ન ફાટી નિકળે તે માટેની પણ પ્રક્રિયા હાથ ધરી હતી. ઘટનાના વિડિયો લોકોએ સોશિયલ મીડિયા પર શેર પણ કર્યા હતા. આરોગ્ય મંત્રાલયે ઘટના સ્થળે એમ્બ્યુલન્સ તૈનાત કરી હતી. 

ઓગસ્ટ 2022માં, ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં કૈરોના ચર્ચમાં 41 ઉપાસકોના મોત થયા હતા, જેનાથી દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફાયર બ્રિગેડના પ્રતિભાવ સમયને સુધારવા માટે કૉલ્સ કરવામાં આવ્યા હતા. બિલ્ડિંગમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે મોટાભાગના લોકોનો શ્વાસ રૂંધાયો હતો. અન્ય લોકો આગથી બચવા માટે બારીમાંથી કૂદી પડ્યા હતા. આ દુર્ઘટના માટે ચર્ચ પાસે આવેલ જર્જરિત ઈમારત અને તે જ્યાં સ્થિત હતું તેની બાજુની ગલીના રસ્તાઓને કારણે અગ્નિશામકો પહોંચવામાં મોડા પડ્યા હતા.

માર્ચ 2021માં રાજધાનીમાં કાપડની ફેક્ટરીમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા, જ્યારે 2020માં હોસ્પિટલમાં બે આગમાં 14 લોકોના મોત થયા હતા.

(Disclaimer: આપેલ માહિતી ન્યુઝ એજન્સીઓના ઈનપુટ દ્વારા આપવામાં આવી છે, અહી આપવામાં આવેલ માહિતીની અમે (New Gujarati News) પુષ્ટિ કરતા નથી)