Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ઉત્તરાયણને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ કદાચ પતંગ રસિયાઓના મનમાં એ ચિંતા સતાવતી હશે કે આ વર્ષે ઉત્તરાયણમાં પવન કેવો રહશે. કારણ કે દર વર્ષે ઉત્તરાયણના દિવસે સવારમાં પવનની ગતિ સારી રહેતી હોય છે પરંતુ બપોર પછી પવનની ગતિ ઓછી થઈ જતી હોય છે. આથી પતંગ રસિકોની મજા બગડતી હોય છે. ત્યારે તાજેતરમાં જ ઉત્તરાયણના પવનને લઇ અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે.

આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, અમદાવાદમાં પતંગના રસિકો માટે સારા સમાચાર આવ્યા છે. આ વખતે પવનની ગતિ સારી રહેશે. આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે. એટલે કે એમ કહી શકાય કે આ વખતે ઉત્તરાયણ પર સારો પવન રહેવાની શક્યતા છે. અત્રે નોંધનીય છે કે, હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે. એમાંય હજુ ઠંડીમાં પણ વધારો થવાની શક્યતા સેવાઇ રહી છે. રાજ્યમાં તારીખ 10-11મી  જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો વધશે.

પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા 

આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઇને વધુ એક માઠી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, '29-30-31મી ડિસેમ્બરે અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે. ત્યારે તારીખ 6થી 8મી જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર, મુંબઈ સુધી સિસ્ટમ પહોંચતા વરસાદની શક્યતા સેવાઇ રહી છે. ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ હળવો વરસાદ પડે તેવું અનુમાન લગાવી શકાય છે. 

ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. 1થી 5મી જાન્યુઆરીના રોજ મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું પડી શકે છે. ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં પણ હવામાન પલટાઈ શકે છે. કચ્છ સહીત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વાતાવરણ પલટાઈ શકે છે.

આ પણ વાંચો: ચાઇનીઝ દોરીથી મોભીનું ગળું કપાયું, લોકોને કરી અપીલ