Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રાજ્યમાં આજથી બે દિવસ માટે ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન થઈ રહ્યું છે. આ પહેલી વખત છે જ્યારે રાજ્યમાં ફિલ્મફેરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજે ટેક્નિકલ એવોર્ડ્સ અને ફેશન શો તથા મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવશે.

ગુજરાતમાં પહેલીવાર યોજાનારા ફિલ્મર એવોર્ડની મેગા ઈવેન્ટ માટે તમામ તૈયારીઓ થઈ ગઈ છે. જેના માટે સ્ટેજથી લઈ કલાકારોની રિહર્સલ પણ ગાંધીનગરમાં શરૂ થઈ છે. જેમાં આજે 27 જાન્યુઆરીના સાંજે મહાત્મા મંદિરમાં ફેશન શો અને મ્યુઝિક કોન્સર્ટ યોજાશે. જેમાં કરણ જોહર, આયુષ્માન ખુરાનાથી લઈ મનીષ પોલ જહાન્વી કપૂર જેવા સ્ટાર હાજર રહેશે. જેના માટે ગાંધીનગરની વિવિધ હોટેલમાં બુકિંગ કરવામાં આવ્યું છે.

જ્યારે 28 જાન્યુઆરીના ગિફ્ટ સિટીમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે. જેના માટે ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે. આ માટે વિવિધ સ્ટાર પણ ગાંધીનગર પહોંચવાની શરૂઆત થઈ રહી છે. ફિલ્મફેર અવોર્ડ્સને લઈ તૈયારીઓ પૂરજોશમાં ભવ્ય અને વિશાળ સ્ટેજનું નિર્માણ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ફિલ્મ ઉદ્યોગના રોકાણ અને ટુરિઝમને વેગવંતુ બનાવવા ફિલ્મફેરનું આયોજન કરવામાં આવ્યું છે.

ક્યા ક્યા સ્ટાર હાજર રહેશે

આ કાર્યક્રમમાં ફિલ્મ અભિનેતા રણબીર કપૂર, વરુણ ધવન, કરીના કપૂર ખાન, જાન્હવી કપૂર, સારા અલી ખાન અને કાર્તિક આર્યન પરફોર્મન્સ આપશે, જ્યારે કરણ જોહર, આયુષ્માન ખુરાના અને મનીષ પોલની ત્રિપુટી દ્વારા સેરમેનીને હોસ્ટ કરવામાં આવશે. જ્યારે અમિતાભ બચ્ચથી લઈ શાહરૂખ ખાન જેવા કલાકારો હાજર રહેશે નહીં તેવી પણ વિગતો સામે આવી રહી છે.

ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે 28 જાન્યુઆરીના રોજ 69મા હ્યુન્ડાઈ ફિલ્મ ફેર એવોર્ડ્સનું આયોજન થયું છે. ગુજરાત ટુરિઝમના સહયોગથી યોજાનારી આ ઈવેન્ટમાં બોલિવૂડના સ્ટાર્સ પરફોર્મન્સ આપશે અને આ સાથે ભારતીય સિનેમામાં યોગદાન આપનારા કલાકારોને સન્માનિત કરવામાં આવશે. આ સેરેમનીમાં મુખ્યમંત્રી પણ થોડાં સમય માટે હાજરી આપી શકે છે.

ગાંધીનગરમાં રસ્તાઓ રહેશે બંધ

નોંધનીય છે કે 28 જાન્યુઆરીએ ગાંધીનગરમાં ગિફ્ટ સીટી ખાતે ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં બપોરે 12 થી રાત્રે 12 સુધી રસ્તો બંધ રહેવા અંગે ક્લેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે. આ અંગે ગાંધીનગર કલેકટર દ્વારા જાહેરાનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેના અંતર્ગત ગાંધીનગરના PDPU થી આઈકોનિક બ્રિજ અને ગીફ્ટ સીટીનો રસ્તો જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યો છે. જ્યારે શાહપુર બ્રિજથી ગીફ્ટ સીટીનો રસ્તો જાહેર જનતા માટે બંધ રહેશે. 

આ પણ વાંચો: બોર્ડ પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓમાં ડર દૂર કરવા મહત્વનો પ્રયાસ