Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

સૌપ્રથમ વખત ગુજરાતમાં ફિલ્મફેર અવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફિલ્મફેર અવોર્ડ્સ 2024નું ગિફ્ટ સિટીમાં આયોજન થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર વીવીઆઈપી માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. કારણ કે બોલિવુડ સેલિબ્રિટિસનો ફિલ્મફેરમાં જમાવડો જોવા મળશે.

એરપોર્ટ પર 50થી પણ વધુ ચાર્ટડની મુવમેન્ટની શક્યતા

એરપોર્ટ પર 50થી પણ વધુ ચાર્ટડની મુવમેન્ટની શક્યતા છે. ત્યારે ફિલ્મ ડિરેક્ટરો, સંગીતકારોનું ગાંધીનગરમાં આગમન થશે. ગુજરાતમાં પહેલીવાર ફિલ્મફેર એવોર્ડ 2024નું આયોજન થઇ રહ્યું છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર વીવીઆઈપી માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસથી વીવીઆઈપી માટે એરપોર્ટકર્મીનોને જવાબદારી સોપાવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ આવનારા સેલિબ્રિટીને તકલીફ ના પડે તે માટે વીવીઆઈપી સુવિધા આપવા એરપોર્ટકર્મીને સૂચના આપવામાં આવી રહી છે.

અમદાવાદ એરપોર્ટ પર અનેક સિલિબ્રિટીનું આગમન

ગિફ્ટ સિટીખાતે ફિલ્મફેર એવોર્ડ ફંક્શન યોજવામાં આવ્યું છે. જેમાં ભારતીય સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોનું સન્માન કરવામાં આવશે. તેમાં અમદાવાદ એરપોર્ટ પર અનેક સિલિબ્રિટી આવશે. કરણ જોહર, અયુષ્યમાન ખુરાના, મનીષ પોલ હોસ્ટની ભૂમિકામાં રહેશે.

આ પણ વાંચો:  વડોદરા નજીક બ્લોકના લીધે અમદાવાદ-વડોદરા વચ્ચે દોડતી કેટલીક લોકલ ટ્રેન રદ