Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદમાં ભયાનક આગનો બનાવ સામે આવ્યો છે. શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ જૂની ખ્રિસ્તી લોકોની સોસાયટી પાસે આ ભયાનક આગનો બનાવ બન્યો છે. ખ્રિસ્તી લોકોની સોસાયટી હેબ્રોન ફ્લેટ્સના ત્રીજા માળે આ સિલિન્ડર બ્લાસ્ટ થયો અને ભયાનક સ્વરૂપ લીધું છે.

શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ હેબ્રોન ફ્લેટ્ના એક ઘરમાં આ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ થયા પછી વિકરાળ સ્વરૂપે આગ લાગી હતી અને બધુ તહેશનહેશ થયું હતું. જો કે, ફાયરની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇની પણ જાનહાની સામે આવી નથી. આ ભયાનક આગમાં ફક્ત એક વૃદ્ધ દાઝ્યા છે. તો બીજી બાજુ આ સિલિન્ડર બ્લાસ્ટને કારણે રસોડા સાથે સાથે આખા ઘરની ચીજવસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હોવાનું પણ સામે આવ્યું છે.

હાલ તો આ સિલિન્ડર બ્લાસ્ટ કયા કારણે થયું છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ હાલ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આ અંગેની વધારે તપાસની કામગીરી કરી રહ્યા છે.

શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ જૂની ખ્રિસ્તી સોસાયટી પાસે આ ચોંકાવનારો બનાવ બન્યો છે. હેબ્રોન ફ્લેટ્સના ત્રીજા માળે આ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો અને તેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયી ગયો હતો. જો કે, આ ફ્લેટમાં રહેતા ત્રણ લોકોનો આબાદ રીતે બચાવ થયો છે.

ખોખરા વિસ્તારના હેબ્રોન ફ્લેટ્સના ત્રીજા માળે સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

નોંધનીય વાત એ છે કે, થોડા સમય પહેલા જ બોટાદ શહેરમાં પણ આવો એક બનાવ સામે આવ્યો હતો. શહેરના નાગજી પરા વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. 01 નવેમ્બરના રોજ સવારના સમયે બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં એક 70 વર્ષના દાદી પણ ઈજાગ્રસ્ત થયા હતા. વહેલી સવારે વૃદ્ધા ચા બનાવવા માટે રસોડામાં ગયા હતા અને ત્યારે ગેસ સિલિન્ડમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં દાદીને ગંભીર ઇજા થતા તેમને પહેલા બોટાદ અને પછી અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ફરી ધરતીકંપથી ધ્રૂજી ઉઠી કચ્છની ધરતી, રાત્રે 8.54 મિનિટે ભચાઉમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ