Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદમાં AMC દ્વારા નબીરાઓને સબક શીખવાડવા માટે શહેરમાં ઘણી બધી જગ્યાએ અલગ પ્રકારના સ્પીડ બ્રેકર એટલે કે ટાયર કિલર સ્પીડ બ્રેકર લગાવવામાં આવ્યા હતા. જે હવે શોભાના ગાંઠિયા સમાન બની ચૂક્યા છે. જેમાં એએમસી દ્વારા અમદાવાદીઓને બિક બતાડવામાં આવી હતી કે જો તમે રોંગ સાઈડમાં જતા હો તો ચેતી જજો. કારણ કે ટાયર કિલર સ્પીડ બ્રેકરથી ટાયર ફાટી જવાની બીક બતાડવામાં આવી હતી. જેને માત્ર એક જ દિવસ થયો છે ત્યાંરે અમદાવાદીઓએ તેનો રસ્તો કરી નાખ્યો છે. તમામ લોકો ટાયર કિલર સ્પીડ બ્રેકરથી બિન્દાસ રોંગ સાઈડમાં જતા જોવા મળ્યા હતા. જેને લઈને અમદાવાદીઓ AMCની ખૂબ મજાક ઉડાડી રહ્યા છે. તમામ સોશિયલ મીડિયામાં અમદાવાદ કોર્પોરેશનને લોકો આ બાબતે ટ્રોલ કરી રહ્યા છે. 

કિલર બમ્પ લગાવ્યા બાદ પણ રોંગ સાઈડ વાહન ચાલકો જઈ રહ્યા છે. બિન્દાસ રોંગ સાઈડમાં બમ્પ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે. અનેક વાહનો કિલર બમ્પ પરથી આસાનીથી પસાર થઈ રહ્યા છે. અમદાવાદના ચાણક્યપુરી બ્રિજ નીચે આ ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા, પરંતું નાગરિકો ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરી રહ્યાં છે. 

રસ્તા પર રોંગ સાઈડમાં આવતા લોકોને રોકવા એએમસી દ્વારા ચાણક્યપુરી બ્રિજ નીચે ટાયર કિલર તો લગાવ્યા તો ખરા, પરંતુ અમદાવાદીઓ માંડ એક દિવસ રસ્તા ઉપરથી રોંગ સાઈડ જતાં અટક્યા. બીજે દિવસથી અમદાવાદીઓએ તેનો જુગાડ શોધી લીધો. પોતાનું ટુ-વ્હીલર હોય કે ફોર-વ્હીલર, રોંગ સાઈડ લઈને જઈ રહ્યા છે. અમે સ્થળ પર જઈને ચકાસ્યું તો, ટુ વ્હીલર તો સામાન્ય રીતે ટાયર કિલર પર બે સ્પાઈક વચ્ચેથી સરળતાથી નીકળી જાય છે. જ્યારે ગાડી ચાલક પણ બેધડક રોંગ સાઈડ જઇ રહ્યા છે. માત્ર 48 કલાક પહેલાં લગાવેલા આ ટાયર કિલર પરથી સરળતાથી અમદાવાદીઓ પોતાના વાહન રોગ સાઈડમાં લઈ જઈ રહ્યાં છે. 

આમ, અનેક વાહનોના ટાયર વગર પંચરે આસાનીથી પસાર થઈ રહ્યા છે. પ્રાયોગિક ધોરણે ઘાટલોડિયા વિસ્તારમાં ઇન્સ્ટોલ  ટાયર કિલર બમ્પ લગાવાયું હતું. પરંતુ જે હવે કોઈ કામમાં આવ્યુ નથી તે સાબિત થઈ ગયું છે. બેજવાબદાર નાગરિકો ખુલ્લેઆમ ટ્રાફિક નિયમોનો ભંગ કરી રહ્યાં છે.  કેટલાક વાહન ચાલકો બ્રિજ પર ઉભા રહી ટ્રાફિક વધારતા પણ નજરે પડ્યા છે.

AMC દ્વારા આ બમ્પ લગાવીને બીક બતાવાઈ હતી કે, રોંગ સાઈડ ઘુસી જતા અમદાવાદીઓ ચેતી જજો. નહીંતર તમારા વાહનના ટાયર ફાટી જશે. AMC દ્વારા ચાણક્યપુરી બ્રિજ નજીક રોંગ સાઈડ જતા વાહનોને રોકવા ટાયર કિલર સ્પીડ બ્રેકર લગાવાયાં છે. જે વાહન રોંગ સાઈડમાં જશે એના ટાયરને મોટું નુકશાન થશે. હાલ પ્રાયોગિક ધોરણે ચાણક્યપુરી બ્રિજથી પ્રભાત ચોક તરફના બન્ને સર્વિસ રોડ પર અમલવારી કરવામાં આવી છે. આગામી દિવસોમાં કારગિલ , શાસ્ત્રીનગર , ઇસ્કોન , જજીસ બંગલો એરિયામાં પણ કડક અમલ થશે. રોંગ સાઈડમાં વાહન હંકારતા અમદાવાદીઓ સાવધાન! AMCએ સર્વિસ રોડ પર ટાયર કિલર સ્પીડ બ્રેકર લગાવવાની શરૂઆત કરી દીધી છે. રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો ગાડીનું ટાયર ફાટી જશે. પરંતુ આ બમ્પ કોઈ કામનું ન નીકળ્યું. અને લોકોએ પણ સોશિયલ મીડિયામાં આ ફીયાસ્કાનો આનંદ માણ્યો હતો.