Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

છેલ્લા કેટલાય વર્ષોથી જીરાના પાકના મબલક ભાવ આવતા જોડિયા પંથકના લીંબુડા ગામમાં હવે ખેડૂતો આગોતરા જીરાના પાકનું વાવેતર કરી રહ્યા છે.

દિવાળી અને નુતન વર્ષના તહેવારો હવે પૂરા થઈ ગયા છે. ત્યારબાદ આ વર્ષે વિક્રમ સંવત 2080ના નવા વર્ષની શરુઆત પણ થઈ છે. પ્રતિ વર્ષે લાભ પાંચમના શુભ દિવસે ધંધા રોજગારને લગતા તમામ લોકો શુભ મુહૂર્ત કરીને કાર્યની શરૂઆત કરતાં હોય છે. ત્યારે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો પણ લાભ પાચમનું આ શુભ મુહૂર્ત સાચવી વાવણીની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છે. જોડીયા તાલુકામાં ઊંડ ડેમની આસપાસના પાણીવાળા ગ્રામ્ય વિસ્તારમાં ગત ચોમાસુ સિઝનમાં સારા એવા વરસાદ અને નદી નાળામાં પડેલા પાણીને લઈને આગોતરા વાવેતરની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી જીરાના પાકના મબલક ભાવ આવતા જોડિયા પંથકના લીંબુડા ગામના બધા જીરુંનું વાવેતર કરતાં ખેડૂતો આગોતરા જીરાના પાકનું વાવેતર કરી રહ્યા છે.

જામનગર જિલ્લામાં આવેલા જોડીયા પંથકના લીંબુડા ગામના ખેડૂત પીતાંબરભાઈ પટેલ, પ્રવીણભાઈ મારવણીયા અને કમલેશભાઈ મારવણીયાએ વાવણીની શુભ શરૂઆત કરતા કહ્યું છે કે જામનગર જિલ્લામાં જીરાનું સારું એવું વાવેતર થાય છે અને મબલક પાક આવવાથી અમે વાવણી માટે શુભ શુકન સાચવી શુભ મુહૂર્ત કરીને જીરાના શિયાળુ પાકની આગોતરી વાવણી કરી રહ્યા છે. 

જામનગર જિલ્લામાં ગત ચોમાસુ સિઝનમાં સારો એવો વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ હવે વિક્રમ સંવત 2080ની શરૂઆત થઈ ચૂકી છે અને શિયાળાના પગરવ મંડાઈ રહ્યા છે.

ત્યારે જ ગુજરાતમાં લાભ પાચમના પવિત્ર અને શુભ દિવસે ખેડૂતોએ પોતાના ખેતરમાં જઈને નાળિયેર ફોડી વિધિ વિધાન સાથે શુભ મુહૂર્ત સાચવીને જીરા ઉપરાંત શિયાળુ પાકની વાવણીની શુભ શરૂઆત કરી દીધી છે અને ગત વર્ષથી સારા એવા ભાવ મળે તેવી આશા પણ સેવી રહ્યા છે.

આ પણ વાંચો: દિવાળી પર્વમાં ગાંધીનગર ડેપોને રૂપિયા 21.51 લાખની આવક