Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમરેલી જિલ્લામાં પડેલ કમોસમી વરસાદમાં પાકનો સોથ બોલાઈ ગયો છે. ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે. સાવરકુંડલાનાં ખેડૂતે હાલ ડુંગળીનું વાવેતર કર્યું હતું. ડુંગળીનો પાક પણ તૈયાર થઇ ગયો હતો. કમોસમી વરસાદને કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે.

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે  નુકસાન થયું છે. ત્યાંનાં ખેડૂતો પાયમાલ થઇ ગયાં છે. કપાસ, ઘઉં, ચણા, જુવાર, ડુંગળી, મરચા સહિતના ઘણા પાકને કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયું છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના મેરિયાણા ગામનાં એક ખેડૂત ઇમરાનભાઇ હસનભાઇ મેરિયાણાએ ડુંગળીનુ વાવેતર કર્યું હતું. પાક તૈયાર પણ થઇ ગયો હતો. પરંતુ કમોસમી વરસાદ પડતા ડુંગળી પલળી ગઇ છે.

ખેડૂત ઇમરાનભાઇ વર્ષોથી ડુંગળીનું વાવેતર કરતા હતા. આ વર્ષે પણ લાલ ડુંગળી અને સફેદ ડુંગળીનું તેમને વાવેતર કર્યું હતું. કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂત ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે ઇમરાનભાઇએ જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમને ડુંગળીનું વાવેતર કર્યું હતું. ડુંગળીનો વાવેતર સમયે ભાવ ખૂબ સારો હતો અને હાલ પણ ડુંગળીનો ભાવ 900 રૂપિયાથી પણ વધુ છે. વરસાદ થતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. વરસાદના કારણે ભાવ ઘટવાની સંભાવનાઓ છે.

અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતે ડુંગળીનું વાવેતર કર્યું હતું. હાલ હવે ડુંગળીનો કાપણી સમય થયો છે. અનેક ખેડૂતે ડુંગળીની કાપણી શરૂ કરી દીધી છે. ત્યારે જ કમોસમી વરસાદ પડતા પાક પલળી જવાથી પાકને મોટું નુકસાન પહોંચ્યું છે.

આ વર્ષે ડુંગળીનું આશરે 700 મણ ઉત્પાદન થવાની આશા હતી. પરંતુ કમોસમી વરસાદથી 400 મણ જ થશે. 200 મણથી વધુના પાકને ભારે નુકસાન થશે. ડુંગળીના પાક પાછળ 50 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્યારે કમોસમી વરસાદના કારણે વધુ નુકસાની થઇ છે. આ વર્ષે ડુંગળીના ભાવ પણ સારા હતાં. જેના કારણે સારી એવી આવક થવાની આશા હતી. પરંતુ કમોસમી વરસાદના કારણે આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે.

આ પણ વાંચો : કેસર કેરીનો સ્વાદ હવે શિયાળામાં પણ ચાખવા મળશે,જાણો કેમ?