Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રાજ્યમાં માવઠાની આગાહી

શિયાળો ઋતુ ચાલુ છે અને ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. આગામી દિવસોમાં માવઠું પડવાની આગાહી છે. 8 થી 10મી જાન્યુઆરી વચ્ચે રાજ્યમાં માવઠાની આગાહી છે.

ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ પડી શકે

અરબ સાગરમાં ટ્રફના કારણે વરસાદ પડવાની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. ત્યારે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં પણ માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં 8મી જાન્યુઆરીએ વરસાદ પડવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ જિલ્લા સહિત કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પણ કમોસમી વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં વરસાદ પડવાનશી શક્યતાઓ છે.

ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડશે

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ 9મી જાન્યુઆરીએ માવઠાની શક્યતા છે. ઉત્તરગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં માવઠાની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને જૂનાગઢમાં પણ કમોસમી વરસાદની સંભાવના રહેલી છે.

રાજ્યના ખેડૂતોની ચિંતા વધી

ભર શિયાળે ખેડુતોએ તેમના શિયાળુ પાકની વાવણી કરી લીધી છે અને હવે વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ત્યારે ખેડૂતોને તેમના શિયાળુ પાકમાં નુકસાનીનો ભય સતાવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીને જોતા ગુજરાતના અરબ સાગરમાં ટ્રફને કારણે ગુજરાતમાં વરસાદથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળશે.

આ પણ વાંચો: રામ દરબારનું ચિત્ર રામ મંદિરમાં સ્થાન પામશે, ભુજના ચિત્રકારે રોગાન આર્ટ દ્વારા તૈયાર કર્યું