Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી તોફાનોના કેસમાં ખોટા દસ્તાવેજો અને સાક્ષીઓ ઉભા કરી કાયદાકીય પ્રક્રિયાનો દૂરૂપયોગ કરી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના ટોચના નેતાઓને ફસાવવાના અને ગુજરાતની છબીને ખરડવાના ષડંયત્રના કેસમાં ભૂતપૂર્વ ડીજીપી આર.બી.શ્રીકુમારે કેસમાંથી બિનતહોમત છોડવાની માગ સાથે હાઈકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. આ કેસની વઘુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

કેસની વિગત જોઈએ તો, આ કેસમાં પોલીસે ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરેલી છે. જેમાં આરબી શ્રીકુમાર સામે આરોપ લગાવાયા છે કે, આ સમગ્ર કેસ દરમિયાન શ્રીકુમાર એડિશનલ ડીજીપીના હોદ્દા પર હતા અને તેમણે તેમના હોદ્દાનો દૂરપયોગ કર્યો હતો અને તિસ્તા સહિતના આરોપીઓ સામે મિટીંગ કરીને કાવતરાના ભાગ રૂપે તત્કાલીન સરકારના ઉચ્ચ અધિકારીઓ અને અન્ય લોકોએ તેમની ફરજનુ પાલન કર્યુ નથી, તે પ્રકારના ખોટા નિવેદનો અને સોગંદનામા નાણાવટી અને મહેતા પંચ સમક્ષ રજૂ કરેલા. આ ઉપરાંત, શ્રીકુમારે એક સાહેદને ફોન કરીને તિસ્તા સાથે સમાધાન કરવા માટે દબાણ કરેલુ.  

ગુજરાતને બદનામ કરવાના ષડયંત્રમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા ચાર્જશીટમાં આર.બી.શ્રીકુમાર સામે એવો ગંભીર આરોપ લગાવાયો હતો કે, આ કાવતરાના કેસમાં આર.બી.શ્રીકુમાર એ સમયે એડિશનલ ડીજીપીના હોદ્દા પર હતા અને તેમ છતાં તેમણે રાજય સેવક તરીકે હોદ્દાનો દૂરૂપયોગ કરી તિસ્તા સહિતના આરોપીઓ સાથે મીટીંગો કરી કાવતરાના ભાગરૂપે તોફાનો દરમિયાન સરકારના ઉચ્ચ અધિકારીઓ અને અન્ય વ્યકિતઓએ પોતાનું ફરજનું પાલન કર્યું નથી તેવા ખોટા નિવેદન અને સોગંદનામાં નાણાવટી અને મહેતા પંચમાં રજૂ કર્યા હતા. શ્રીકુમાર પર એ પણ આરોપ છે કે તેમણે એક સાહેદને ફોન કરી તિસ્તા સાથે સમાધાન કરવા માટે દબાણ કર્યુ હોવા સહિતના આરોપ મૂકાયા હતા.

ભૂતકાળમાં સેશન્સ કોર્ટે આરબી શ્રીકુમારની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધેલી અને જણાવેલુ કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાને લેતા આરોપી સામે તહોમત મુકવા જેટલા પ્રથમ દર્શનીય પુરાવા છે. આરોપીએ જુદા -જુદા રાજયોમાં અન્ય લોકો સાથે બેઠકો પણ યોજી હતી અને તે અંગેની ઓડિયો ક્લિપ કબજે કરીને એફએસએલમાં તપાસણી અર્થે મોકલાઇ હતી. જેમાં એફએસએલનો અભિપ્રાય છે કે અવાજ આરોપીનો છે.