Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- પત્ની સારી આવક ધરાવે છે - અરજદાર

- ભરણપોષણ મેળવાવ માટે પત્નીએ ખોટા સોગંદનામા કર્યા - પતિ

Ahmedabad: ભરણપોષણની રકમ પ્રાપ્ત કરવા માટે કોર્ટ સમક્ષ ખોટુ સોગંદનામુ અને ખોટી જુબાની આપવાના કેસમાં હાઈકોર્ટે પત્ની સામે જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યો છે.

કેસની વિગત જોઈએ તો, પાલનપુરના એક ગામમાં રહેતા મહિલાએ અમદાવાદના નિરવભાઈ સાથે 07-05-09ના રોજ લગ્ન કરેલા. લગ્ન બાદ, ડિસેમ્બર-2012માં વૈવાહિક જીવનના કંકાસના લીધે મહિલા તેના પિયર જતા રહેલ. આ પછી, બંને પક્ષો વચ્ચે સમાધાનની પ્રક્રિયા ચાલેલી પરંતુ તેમાં કોઈ નિરાકરણ ન આવતા મહિલાએ પાલનપુર કોર્ટમાં ભરણપોષણ મેળવવાની માગ સાથે અરજી કરેલી. જેમાં પત્નીએ જણાવેલુ કે તેમની પાસે આવકનુ કોઈ સાધન નથી. આ મુદ્દે પતિએ પાલનપુર કોર્ટમાં અરજી કરેલી કે તેની પત્નીએ ખોટા પુરાવા અને સોગંદનામુ રજૂ કરેલા છે. જેથી તેણીની સામે ફોજદારી કાર્યવાહી કરો. જો કે, પાલનપુર કોર્ટે આ અરજીને નકારી દીધી હતી. જેની સામે પતિએ હાઈકોર્ટમાં અરજી કરીને રજૂઆત કરેલી કે તેમની પત્ની સારી આવક ધરાવે છે. આ અંગે પતિએ કોર્ટમાં પત્નીના બેંક સ્ટેટમેન્ટ, બેંક કર્મચારી અને શાળામાંથી નોકરીમાંથી મેળવેલા પગારની વિગતો, પતિની પોસ્ટ ઓફિસની ફિક્સ ડિપોઝીટ કે જે પત્નીને મળેલી છે, તેની વિગતો રજૂ કરેલ. આ તમામ બાબતોને ધ્યાને લઈને હાઈકોર્ટે પત્ની સામે રૂ. 10,000નુ જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યું છે.