Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા ત્યાં પહોંચી ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા . ત્યારે અમરેલી જિલ્લાના સૌથી મોટા નકલી ઘીના રેકેટનો પર્દાફાશ કરવામા આવ્યો છે.

ત્યારે રાજ્યમાં ઘણી બધી વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યુ છે. વેપારીઓ પણ થોડા રૂપિયાની લાલચમાં લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડાં કરતા અચકાતા નથી. ત્યારે અમરેલીમાં પણ આવું એક કૌભાંડ સામે આવ્યુ છે. અમરેલીમાં પણ મોટા નકલી ઘીના રેકેટનો પર્દાફાશ થયો છે. અમરેલીમાં મોડી રાતે લીલીયાના પીપળવા ગામ નજીક પાણીના પ્લાન્ટની આડમાં નકલી ઘીની ફેક્ટરી ધમધમી રહી હોવાની કોઈ દ્વારા બાતમી મળી હતી. જેના આધારે પોલીસની ટીમ ત્યાં જઈને દરોડા પાડ્યા હતા.જે બાદ પીપળવા પાણીના પ્લાન્ટની આડમાં ખૂબ મોટી માત્રામાં ઘીનો જથ્થો મળ્યો હતો. નકલી ઘીનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો

નકલી ઘીના રેકેટનો પર્દાફાશ થવાની આ ઘટનાની જાણ થતાની સાથે જ ચકચાર મચી ગયો હતો. આ ઘીનો જથ્થો પાણીના પ્લાન્ટમાં ચાલતો હતો. ત્યારે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ત્યાં પહોંચી ઘીના સેમ્પલ પણ લીધા હતા. અમરેલીના સૌથી મોટા નકલી ઘીના રેકેટનો વિભાગની ટીમ દ્વારા પર્દાફાશ કરવામા આવ્યો છે.

નકલી ઘીનું પરિક્ષણ કઇ રીતે થાય છે તે અંગે એએમસી પબ્લિક હેલ્થ લેબોરેટરીના ઇન્ચાર્જ લેબોરેટરી ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમણે આ બાબતે વાત કરતા જણાવ્યુ હતુ કે જો કોઇ ફૂડમાં ભેળસેળ થાય છે. તેના સેમ્પલ પણ ફૂડ સેફ્ટી ઓફિસર ભેગા કરે છે અને પબ્લિક હેલ્થ લેબોરેટરી પર તપાસ માટે લાવે છે. જ્યાં સાયન્ટીફિક આસી. દ્વારા તેનું પૃથક્કરણ કરવામાં આવે છે.

તેમણે જણાવ્યું હતું કે ધીમાં મોટાભાગે વેજીટેબલ ઘીનું મિશ્રણ કરવામાં આવતું હોય છે. ટર્મરિકનું મિક્સિંગ પણ કરવામાં આવે છે. પહેલા પ્રાથમિક ધોરણે તપાસ કરવામાં આવે છે. જે બાદ કેમિકલની મદદથી સેપ્રેશન કરી પ્રોસિઝર કરવામાં આવે છે તથા ઇન્સ્ટૂમેન્ટ પર તેની તપાસ કરવામાં આવે છે. FSSAIની ગાઇડલાઇન અનુસાર કામગીરી કરવામાં આવી રહી છે. મોટાભાગે આ ઘીમાં સ્ટાર્ચ એડ કરવામા આવે છે.

સ્ટાર્ચ માટે આયોડીન ટેસ્ટ એડ કરવામાં આવે છે. જે કોઈ મિલ્ક પ્રોડક્ટમાં સ્ટાર્ચ ટેસ્ટ કરવા માટે છે. કોઇપણ મેડીકલ પરથી આ આયોડીનનું સોલ્યુશન મેળવી તેને ઘીની અંદર એડ કરવામાં આવે છે. જો તેનો કલર બદલાય તો તે એમ બતાવી રહ્યું છે કે તેમાં સ્ટાર્ચ છે. મોટાભાગે ગાયના ઘીમાં વેજીટેબલ ઘી પણ નાખવામાં આવે છે. ત્યારે ગાયનું ઘી પણ પીળાશ પડતું હોય છે. જેના માટે નકલી ઘીમાં ટર્મરિકનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી ઘી પીળાશ પડતું દેખાય છે.

આ પણ વાંચો : તેલ લેતાં પહેલા ગુણવત્તા ચકાસો, રાજકોટની 24 મીલોમાંથી લેવાયા નમૂના