Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

છેલ્લાં કેટલાંક વર્ષોમાં વાતાવરણમાં ઘણા ભયંકર ફેરફાર થયા છે અને વધતાં પ્રદૂષણને કારણે તે સતત થઈ રહ્યાં છે તેની સીધી અસર હવામાન પર પડતી હોય છે. વર્તમાનમાં ગુજરાતમાં એક રીતે ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. જેને કારણે સંખ્યાબંધ લોકો બીમાર પણ પડી રહ્યાં છે. ત્યારે હવે વગર સિઝને વરસાદ પાડવાની આગહીમાં પણ વધારો થઈ રહ્યો છે.

ત્યારે હવે નવેમ્બર મહિનામાં એક એલર્ટ જાહેર કરાયું છે કે, સમગ્ર દેશમાં આ મહિનામાં પણ કમોસમી વરસાદનો માહોલ રહેશે. દક્ષિણી ભાગો, ભારતના કેટલાક ભાગો, ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગ, પૂર્વ મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં સામાન્યથી વધુ વરસાદ થવાની શક્યતાઓ જણાવવામાં આવી છે. નવેમ્બરમાં દેશના બાકી ભાગોમાં પણ સામાન્યથી ઓછો વરસાદ થશે. ત્યારે મહત્વનું એ છે કે આમાં ગુજરાત અંગે કોઈ આગાહી કરવામાં આવી નથી.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે, તારીખ 4 થી 7 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર, અને અરબ સાગરમાં ડિપ્રેશન બનશે. આ કારણે તારીખ 14 નવેમ્બર થી 24 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત મજબૂત બનશે અને આ ચક્રવાતને કારણે દક્ષિણ પૂર્વ ભારતીય તટો ઉપર ભારે પવન સાથે વરસાદ થશે. આ ચક્રવાતને લઈ પરિણામે ગુજરાતમાં પણ વાદળ વાયુ વાતાવરણ સર્જાશે.

આ ઉપરાંત હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ પણ ગુજરાતમાં ચાલી રહેલી બેવડી ઋતુને લઈને જણાવ્યું છે કે, હાલ ગુજરાતમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. આ એક ટ્રન્ઝીટ પીરિયડ છે. આ ટ્રાન્ઝિસ્ટ મહિનો હોવાથી હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરંતું જલ્દી જ વાતાવરણમાં ઠંડીનો અહેસાસ થવા લાગશે અને ગુજરાતમાં હજુ વધુ 15 દિવસ આ મિશ્ર ઋતુ જોવા મળશે. આ વર્ષે શિયાળો હવે મોડો આવશે અને શિયાળાના આગમન માટે હજુ હજી પંદર દિવસની રાહ ભારતીયોએ જોવી પડશે.

આ પણ વાંચો : રાજસ્થાનમાં ED ફરી એક્શનમાં, જળ જીવન મિશન કૌભાંડ મામલે IAS પર સકંજો