Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અયોધ્યા શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠા અંગે સંતો મહંતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા સાધુ સંતો રવાના થઈ ગયા છે. વીએચપી દ્વારા સંતોનું સ્વાગત કરી અયોધ્યા માટે રવાના કરાયા છે. અત્યારે 11 સાધુ સંતો અયોધ્યા જવા રવાના થાય ગયા છે.

વિજયદાસજી, ચૈતન્ય શંભુ મહારાજ અયોધ્યા માટે રવાના થયા

ચૈતન્ય શંભુ મહારાજ, વિજયદાસજી અયોધ્યા માટે રવાના થાય ગયા છે. તથા જગન્નાથજીના મહંત દિલીપદાસજી રોડ માર્ગે અયોધ્યા જશે. અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 7 હજારથી પણ વધુ સંતો મહંતો અને મહાનુભવોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં સારસાના ગાદીપતિ જગતગુરુ અવિચલદેવાચાર્યજી મહારાજને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે સમિતિએ પત્રિકા સાથે અયોધ્યા પહોંચતા એરપોર્ટથી સ્થળ સુધીની ગાડી વ્યવસ્થા અને બેઠક વ્યવસ્થાની માહિતી આપી છે.

ફ્લાઇટમાં 150 શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી ગયા

22મી જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે. જેને પગલે આખા દેશમાં ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે અમદાવાદથી અયોધ્યા માટેની પહેલી ફ્લાઇટે ઉડાન ભરી લીધી છે. આ ઉડાન પહેલા અમદાવાદ એરપોર્ટ પણ રામમય બની ગયુ હોય તેવો માહોલ છવાયો હતો. એરપોર્ટ પર મુસાફરોએ ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા અને સાથે કેક પણ કાપી હતી. એરપોર્ટ પર ભગવાન શ્રી રામ, માતા સીતા, ભાઈ લક્ષ્મણ અને હનુમાનજીની વેશભૂષા સાથે ભક્તોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતુ. ત્યારે આ ફ્લાઇટમાં 150 શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી ગયા છે. 

આ પણ વાંચો:  વડોદરાના સુરસાગર તળાવમાં બોટ પલ્ટી, 22 લોકોએ જીવ ગુમાવ્યા