Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- વીજ કંપનીને નાણાકીય નુકસાન, તેથી તે વિક્ટિમ - યુજીવીસીએલ

- ટ્રાયલ કોર્ટ આરોપીને નિર્દોષ છોડે તો તેની સામે અપીલ કરવાનો ઓથોરિટીને હક - યુજીવીસીએલ

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે, ઇન્ડિયન ઇલેક્ટ્રીસીટી એકટની કલમ-૧૩૫(૧)(બી) હેઠળના વીજ ચોરી અંગેના સજાપાત્ર ગુનામાં ટ્રાયલ કોર્ટના આરોપીને નિર્દોષ છોડી મૂકવાના હુકમ સામે વિકટીમ એટલે કે પીડિતને સીઆરપીસીની કલમ-૩૭૮(૪) હેઠળ સ્પેશ્યલ લીવ ટુ અપીલ દાખલ કરવાની કોઇ જરૃર રહેતી નથી અને કલમ-૩૭૨ની જોગવાઇ સાથે ઇન્ડિયન ઇલેકટ્રીસીટી એકટની કલમ-૧૫૬ સાથે વાંચતા ટ્રાયલ કોર્ટના આરોપીને નિર્દોષ છોડી મૂકવાના હુકમ સામે વિકટીમ દ્વારા સીધી એકવીટલ અપીલ દાખલ થઇ શકે છે. હાઈકોર્ટે વીજ કંપની દ્વારા કરાયેલી એકવીટલ અપીલ દાખલ કરી હતી અને પ્રતિવાદી પક્ષકારને સામે રૂ.દસ હજારનું જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.

હાઈકોર્ટનુ અવલોકન છે કે, સીઆરપીસીની કલમ-૩૭૨ હેઠળ આરોપીને નિર્દોષ છોડી મૂકવાના હુકમ સામે અપીલ દાખલ કરવા અંગે અબાધિત અધિકાર અપાયેલ છે. સરળ શબ્દોમાં કહીએ તો, આરોપીને નિર્દોષ છોડી મૂકવાના હુકમ સામે એક્વિટલ અપીલ દાખલ કરતાં પહેલાં સીઆરપીપીસીની કલમ-૩૭૮(૪)ની જોગવાઇ મુજબ, સ્પેશ્યલ લીવ અપીલ દાખલ કરી હાઇકોર્ટની મંજૂરી લેવાની કોઇ જરૂરિયાત રહેતી નથી. વિક્ટીમ હાઇકોર્ટ સમક્ષ સીધી એક્વિટલ અપીલ દાખલ કરી શકે છે.

સુનાવણી દરિયાન, ઉત્તર ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી એન્જિનીયર તરફથી કરાયેલી અપીલમાં તેમના વકીલે રજૂઆત કરી હતી કે, વીજ ચોરીના કેસમાં સંબંધિત ઓથોરીટીને ફરિયાદ કરવાની સત્તા હોય છે. વીજ ચોરીના આવા કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા જો આરોપીને નિર્દોષ છોડી મૂકવામાં આવે તો તેની સામે ગુજરાત હાઇકોર્ટમાં સીધી અપીલ કરવાનો ઓથોરીટીને અધિકાર છે કારણ કે, ફરિયાદી ઓથોરીટી ખુદ વિકટીમ જ ગણાય કારણ કે તેને ગંભીર આર્થિક નુકસાન સહન કરવુ પડયુ હોય છે અને એક રીતે જાહેર તિજોરીને નુકસાન થયુ ગણાય છે. સીઆરપીસીની કલમ-૨(ડબલ્યુ)(૧)માં વિકટીમની વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં આવી છે. જે મુજબ, જેને ઇજા કે નુકસાન થયુ છે તે વિકટીમ ગણાય. સીઆરપીસીની કલમ-૩૭૨ હેઠળ આરોપીને નિર્દોષ છોડી મુકવાના ટ્રાયલ કોર્ટના હુકમ સામે અપીલ કરવાની સત્તા અને અધિકાર વિક્ટિમને બક્ષાયેલા છે.