Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

New Delhi: પીએમ ઓફિસ અને સિનિયર રાજકારણીઓ અને બ્યુરોક્રેટ્સ સાથે નજીકનો  ઘરોબો ધરાવતો હોવાનુ કહીને લોકો સાથે કરોડોની છેતરપિંડી આચરવાના કેસમાં આરોપી સંજય પ્રકાશ રાય ઉર્ફે સંજય શેરપુરીયા વિરૂદ્ધ ઇડી દ્વારા નવી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં એન્ટી મની લોન્ડરીંગ એકટ હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

ફરિયાદપક્ષ તરફથી 28 જૂલાઇના રોજ પટિયાલા કોર્ટમાં પીએમએલએ (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટ) હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પીએમ ઓફિસ સાથે સંકળાયેલો હોવાનો દાવો કરી તેમ જ સિનિયર અધિકારીઓ અને રાજકારણીઓ સાથે નજીકના સંબંધ ધરાવતો હોવાનું કહી આમ જનતાના લાખો-કરોડો રૂપિયા ચાઉ કરી જનાર સંજય શેરપુરીયા વિરૂધ્ધ લખનઉ પોલીસે ફરિયાદ દાખલ કર્યા બાદ તેના બીજા કૌભાંડો સામે આવ્યા હતા. ઇડી દ્વારા થોડા મહિના પહેલાં જ સંજય શેરપુરીયાની પીએમએલએના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. ઉદ્યોગપતિ ગૌરવ દાલમીયા અને તેના કુટુંબીજનોને તેમની સામેની ઇડીની તપાસમાં ધરપકડનો ડર બતાવી તેમની પાસેથી રૂ.12 કરોડ ખંખેરી લીધા હતા. અન્ય એક કિસ્સામાં સંજય શેરપુરીયાએ શીપ્રા એસ્ટેટ લિ.ના મેનેજીંગ ડાયરેકટર મોહિતસિંહને પોતાના સિનિયર રાજકારણીઓ અને બ્યુરોક્રેટ્સ સાથે સંબંધો હોવાનું કહી ખોટા વચનો આપી વિશ્વાસમાં લઇ એક કરોડ જેટલી માતબર રકમ દાનના ઓઠા હેઠળ ઓળવી લીઘી હતી. ઇડીએ આ સમગ્ર કૌભાંડમાં અગાઉ સંજય શેરપુરીયાની રૂ.14.54 કરોડથી વધુની મિલ્કત પણ જપ્ત કરી હતી.