Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

શુક્રવારે મોડી રાત્રે નેપાળમાં આવેલા 6.4 તીવ્રતાના ભૂકંપમાં લગભગ 70 લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધવાની પણ શક્યતા છે. સ્થાનિકોને રાતના સમયે કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા હતા અને તૂટેલા ઘર તથા ઘરના કાટમાળ નીછે ફસાયેલા લોકોની બચાવ કામગીરી ચાલી રહી છે. 

કેટલાંક મકાનો ધરાશાયી થયા છે અને વધુ પ્રમાણમાં નુકશાન પણ થયું છે. ભૂકંપના આંચકા 500 કિલોમીટરથી વધુ દૂર નવી દિલ્હી સુધી પણ અનુભવાયા હતા. રુકુમ પશ્ચિમમાં ઓછામાં ઓછા 36 લોકો અને જાજરકોટમાં 34 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલે ભૂકંપના કારણે થયેલ જાનહાનિ અને માળખાકીય માળખાને થયેલા ગંભીર નુકસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો.

"વડાપ્રધાન પુષ્પ કમલ દહલ "પ્રચંડ" એ શુક્રવારે રાત્રે જાજરકોટના રામીદાંડા ખાતે ભૂકંપના કારણે થયેલા માનવ અને ભૌતિક નુકસાન અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે અને તાત્કાલિક બચાવ અને રાહત માટે તમામ 3 સુરક્ષા એજન્સીઓ કામે લાગી છે." નેપાળ PMOએ 'X' પર પોસ્ટ કરી હતી.

2015માં નેપાળમાં 7.8ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો હતો, જેણે વ્યાપક વિનાશ સર્જ્યો હતો. ભૂકંપમાં લગભગ 9,000 લોકોના મોત થયા હતા, 22,000થી વધુ ઘાયલ થયા હતા અને 5,00,000થી વધુ ઘરોનો નાશ થયો હતો અને લગભગ 8,000 શાળાઓને નુકસાન થયું હતું.