Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

લદ્દાખમાં મંગળવારે (26 ડિસેમ્બર) સવારે 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી

લદ્દાખમાં મંગળવારે (26 ડિસેમ્બર 2023) સવારે 4:30 વાગ્યે આવેલા ભૂકંપથી ત્યાંના લોકો જાગી ગયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, જમ્મુ-કાશ્મીરના પૂંચ, કિશ્તવાડ અને કારગીલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપના આ આંચકા હિમાલયની પર્વતમાળામાં ખૂબ જ અનુભવાયા છે. ગયા અઠવાડિયે સોમવારે (18 ડિસેમ્બર 2023) જમ્મુ-કાશ્મીર અને લેહ-લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપ પછી ત્રણ આફ્ટરશોક આવ્યા

ભૂકંપ બાદ ત્રણ આફ્ટરશોક પણ અનુભવાયા હતા. લદ્દાખમાં સાંજે 4:01 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સાંજે 4.01 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.8 માપવામાં આવી હતી. ત્યારબાદ સાંજે 4.18 કલાકે કિશ્તવાડમાં બીજો ભૂકંપ આવ્યો. તેની તીવ્રતા 3.6 હતી. આ પહેલા પાકિસ્તાનમાં સવારે 11.38 કલાકે 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સતત ભૂકંપના આંચકાઓને કારણે ઘાટીના લોકો ભયભીત છે.

ચીનમાં ભૂકંપના કારણે તબાહી સર્જાઈ

ઉત્તર-પશ્ચિમ ચીનમાં આવેલા 6.2 તીવ્રતાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 149 થઈ ગયો છે અને બે લોકો હજુ પણ લાપતા છે. આ પ્રદેશમાં છેલ્લા નવ વર્ષમાં સૌથી ગંભીર ભૂકંપ 18 ડિસેમ્બરની મધ્યરાત્રિએ પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ચીનના વડા પ્રધાન લી કેકિઆંગે ઉત્તર-પશ્ચિમ ચીનના ભૂકંપગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી અને બચાવ અને રાહત ટીમોને ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં શિયાળામાં લોકો સુરક્ષિત રીતે જીવે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

આ પણ વાંચો : રાજસ્થાનમાં મોટી દુર્ઘટના ટળી! ટ્રેન પાટા પરથી ઉતરી, આ રુટ પર દોડતી ટ્રેનો રદ