Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

કેસ પડતર હોવાના લીધે, વ્યક્તિ ખોટી રીતે લાંબો સમય સુધી જેલમાં રહે તે યોગ્ય નથી - હાઈકોર્ટ

હાઈકોર્ટનો સરકારને નિર્દેશ – હાઈકોર્ટમાં પડતર ક્રિમિનલ અપીલો અને કેસોની યાદી તૈયાર કરીને રજૂ કરો

આરોપીઓને સજા સામે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી પરંતુ ઘણા લાંબા સમયથી પડતર એવી ક્રિમીનલ અપીલો અને કેસોની યાદી તૈયાર કરવા ગુજરાત હાઇકોર્ટે પબ્લિક પ્રોસિક્યુટર ઓફિસ અને રાજય સરકારને નિર્દેશ આપ્યો છે. ક્રિમીનલ અપીલના એક કેસમાં બે આરોપીઓને નિર્દોષ ઠરાવતો હુકમ કરતી વખતે હાઇકોર્ટે લાંબા સમયથી પડતર આવી અપીલો અને કેસો અંગે ભારે ચિંતા વ્યકત કરતા માર્મિક ટકોર કરેલી કે, નિર્દોષ વ્યકિત ખોટી રીતે લાંબો સમય સુધી જેલમાં રહે તે કોઇપણ રીતે યોગ્ય કે ન્યાયોચિત નથી.

હાઇકોર્ટે જણાવેલુ કે, આ કેસમાં પુરાવાઓનું યોગ્ય અને વાજબી મૂલ્યાંકન નહી થવાના કારણે આરોપીઓએ ૧૩ વર્ષ જેલમાં કાઢયા એ બહુ ગંભીર વાત કહી શકાય. હાઇકોર્ટે પુરાવાના અભાવે અથવા તો પુરાવાના યોગ્ય મૂલ્યાંક નહી થવાના કારણે થયેલી સજાના કિસ્સાઓવાળા કેસોની યાદી તૈયાર કરવા હુકમ કર્યો હતો.

હાઇકોર્ટમાં આવેલી પબ્લીક પ્રોસિકયુટર(પીપી)ની ઓફિસ અને રાજય સરકારને ઉદ્દેશીને આ નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટે જણાવ્યું હતું કેલાંબા સમયથી પડતર રહેલી અને નિર્ણિત નહી થયેલી આવી ક્રિમીનલ અપીલોની એક અલગ યાદી તૈયાર કરવામાં આવે.

આ પણ વાંચો : ખેતીલાયક જમીનને બિનખેતીમાં ફેરવવાનો કરોડોનો કૌભાંડન