Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામ વચ્ચે ઈરાની ડ્રોને હિંદ મહાસાગરમાં ઈઝરાયેલના જહાજને નિશાન બનાવ્યું છે. એક અમેરિકન સંરક્ષણ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામ કરાર હેઠળ બંધકોની આપ-લે ચાલુ છે. આ દરમિયાન ઈરાને ઈઝરાયેલના એક જહાજને નિશાન બનાવ્યું છે. અમેરિકાના એક સંરક્ષણ અધિકારીએ શનિવારે દાવો કર્યો હતો કે હિંદ મહાસાગરમાં ઇઝરાયેલના અબજોપતિની માલિકીના કન્ટેનર જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો શંકાસ્પદ ઈરાની ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો.

અહેવાલ મુજબ ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ શરૂ થવાના કલાકો પહેલા શુક્રવારે સવારે હિંદ મહાસાગર પર ઈરાની ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ સમાચાર સૌપ્રથમ લેબનીઝ અલ-મયાદીન ચેનલે આપ્યા હતા. રિપોર્ટ અનુસાર હુમલા બાદ જહાજમાં આગ લાગી હતી. રિપોર્ટ અનુસાર, ઈરાની ડ્રોન દ્વારા જે જહાજ પર હુમલો કરવામાં આવ્યો તે CMA CGM SIMI તરીકે ઓળખાય છે. રિપોર્ટ અનુસાર, આ હુમલામાં ક્રૂ મેમ્બરને કોઈ ઈજા થઈ નથી.

શહીદ-136ને ડ્રોન દ્વારા નિશાન બનાવાયું

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જહાજને નિશાન બનાવનાર ઈરાની ડ્રોન બોમ્બ વહન કરતું શહીદ-136 ડ્રોન હતું. આ ઘટના બાદ અમેરિકન અધિકારીએ કહ્યું કે અમે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. જો કે, તેમણે એ કહેવાનો ઇનકાર કર્યો કે અમેરિકી સૈન્ય કેવી રીતે માને છે કે હુમલા માટે ઈરાન જવાબદાર છે. રિપોર્ટ અનુસાર, આ હુમલો ઈઝરાયેલના અબજોપતિ ઈડાન ઑફરની માલિકીના કન્ટેનર જહાજ પર થયો હતો. જો કે, ઇઝરાયેલની સેના અને સંયુક્ત રાષ્ટ્રમાં ઇરાનના મિશને હજુ સુધી આ મામલે કોઇ પ્રતિક્રિયા આપી નથી.

ઈરાનની ભૂમિકા પર સવાલો ઉઠયા

ઉલ્લેખનીય છે કે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે સંઘર્ષની શરૂઆતથી જ ઈરાનની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે. તે જાણીતું છે કે ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે, લેબનોનના હિઝબુલ્લાહ અને યમનના હુથીઓ પણ ઇઝરાયેલ સામે મોરચો ખોલી રહ્યા છે. અગાઉ, તાજેતરમાં હુથી બળવાખોરોએ લાલ સમુદ્રમાં ભારતીય કાર્ગો જહાજને હાઇજેક કર્યું હતું.

આ પણ વાંચો : બોડીબિલ્ડિંગનો એવો શોખ હતો કે દુનિયાભરના લોકો બની ગયા હતા ફેન, 33 વર્ષની ઉંમરે હાર્ટઍટેકથી થયું નિધન