Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story
  • સુકામેવાના ભાવમાં બોલ્યો કડાકો, મંદીની અસર
  • ગરમ મસાલા અને તેજાનાના ભાવ પણ ઘટ્યા

ફળોમાં કેરી રાજા ગણાય તેમ સુકામેવામાં રાજા ગણાતા કાજુ અને બદામ હવે કોડીના થઈ ગયા છે તેમ કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી. દેશભરમાં વાર્ષિક રુપિયા 22હજારથી 28 હજારનુ ટર્નઓવર ધરાવતો ડ્રાયફ્રુટ બિઝનેસ હાલ 70 ટકા મંદીનો સામનો કરી રહ્યો છે. માત્ર 30 ટકા જ ઘરાકી વચ્ચે અમદાવાદની માધુપુરા માર્કેટના વ્યાપારીઓ હાલ મંદીમાં ડ્રાયફ્રુટનો નવો માલ ભરવામાં વ્યસ્ત છે. બીજી બાજુ ગરમ મસાલા અને તેજાનામાં પણ આ જ રીતે મંદીનો માહોલ જાેવાઈ રહ્યો છે. 

 

નામ સાંભળતા જ સૌના મોંઢામાં પાણી લાવનારા સુકામેવા હાલ મંદીના કારણે સામાન્ય કરતા ઓછા ભાવે વેચાઈ રહ્યા છે. આમ તો ભારતમાં સુકામેવાનુ ઉત્પાદન થતુ જ નથી માટે આપણે મોટા ભાગે સુકામેવાની આયાત પર નિર્ભર રહેવું પડે છે. અમદાવાદમાં સુકામેવા માટે સૌથી મોટુ માર્કેટ ગણાતા માધુપુરાના વ્યાપારીઓના મતે અફઘાનિસ્તાનમાં મોટા ભાગના સુકામેવાનું ઉત્પાદન થાય છે અને ભારત અફઘાનિસ્તાન પાસેથી સુકોમેવા ખરીદનારો મુખ્ય દેશ છે.



હીરેન ગાંધી, સેક્રેટરી, ઓલ ઈન્ડિયા સ્પાઈસીઝ ઈમ્પોર્ટર્સ ફેરડેશન

ભારતમાં સુકામેવાનું વાર્ષિક 22 થી 28 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતુ માર્કેટ છે, જેમાં ગુજરાત વાર્ષિક 4 થી 5 હજાર કરોડનું સુકામેવાનું ટર્નઓવર ધરાવે છે. અફઘાનિસ્તાનથી સુકામેવાની આયાતમાં ગત વર્ષ કરતા આ વર્ષે 23 ટકાનો વધારો થયો છે પણ સુકામેવાની માંગમાં મોટા પાયે ઘટાડો થયો છે. આ અંગે ઓલ ઈન્ડિયા સ્પાઈસીઝ ઈમ્પોર્ટર્સ ફેરડેશનના સેક્રેટરી હીરેન ગાંધીએ એનજીએન સાથેની એક્સક્લુઝીવ વાતચીતમાં જણાવ્યુ કે, આંતરરાષ્ટ્રીય સ્તરે મંદીની અસર સુકામેવા અને ગરમ મસાલા તેમજ તેજાનાની ખરીદીમાં દેખાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સેટબેક જેવું વાતાવરણ દેખાઈ રહ્યુ છે માટે ખરીદનારાઓ મોટા પાયે માલ ભરી નથી રહ્યા અને વેચનારાઓ પણ શિપીંગ માટે મોટા પાયે માલ આપવા તૈયાર નથી જેના પગલે માર્કેટમાં મિશ્ર વાતાવરણ જાેવામાં આવી રહ્યુ છે. અમદાવાદ અને ગુજરાતમાં સ્થાનિક સ્તરે સુકામેવામાં મંદીનો માહોલ જાેવામાં આવી રહ્યો છે. 

 

ગ્રાહન ખાન કાકર, અફઘાની વ્યાપારી

અફઘાનિસ્તાન સાથે ભારત સુકામેવાની સૌથી વધુ ખરીદી કરે છે. આ અંગે અફઘાનિસ્તાનના કંદહારના વ્યાપારી ગ્રાહન ખાન કાકરે જણાવ્યુ કે, અફઘાનિસ્તાનમાં એર કાર્ગો ખૂબ મોંઘુ પડે છે માટે અફઘાનિસ્તાન પાસેથી અન્ય કોઈ દેશ સુકામેવાની ખરીદી કરતો નથી. ભારત સાથે પાકિસ્તાનના જમીન માર્ગે વ્યાપાર શક્ય હોવાથી અફઘાનિસ્તાનમાં ઉત્પાદીત થતો 95 ટકા સુકોમેવો ભારત જાચ છે. અન્ય પાંચ ટકા માલના ખરીદનારાઓમાં જર્મની,કેનેડા,દુબઈ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. હાલ સુકામેવાની ખરીદીમાં ભારત તરફથી સારી ખરીદી નીકળી નથી. ઓગસ્ટમાં ભારતમાં તહેવારોની સીઝન શરુ થાય ત્યારે હવે સુકામેવાની માર્કેટમાં તેજીની અપેક્ષા છે. 

 

પપ્પુ ભાઈ, વ્યાપારી

અમદાવાદના માધુપુરામાં સુકામેવાના વ્યાપારી પપ્પુભાઈએ એનજીએન સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, માર્ચથી શરુ કરીને મે સુધીમાં સુકામેવાની ઘરાકી અગાઉના વર્ષો કરતા પણ 50 ટકા ઓછી છે. અધુરામાં પુરુ હવે સુકોમેવો ઓનલાઈન વેબસાઈટ પરથી પણ લોકો ઓર્ડર કરતા થઈ ગયા છે. વિવિધ મલ્ટીનેશનલ કંપનીઓ પણ હવે સુકોમેવો ઓનલાઈન પહોંચાડતી હોવાથી સ્થાનિક બજારોમાં સુકામેવાની ખરીદીને મોટો ફટકો પડ્યો છે. જે હોલસેલ વ્યાપારીઓ વર્ષોથી માધુપુરા ખાતેથી ખરીદી કરતા હતા તે જ વ્યાપારીઓ હવે માર્કેટમાં દેખાઈ રહ્યા છે. હાલ સુકામેવાની બજારમાં 70 ટકા મંદીનો માહોલ છે જેના પગલે તમામ આઈટમ્સમાં ભાવ પણ ઘટ્યા છે. ગરમ મસાલા અને તેજાનામાં પણ વધ્યા મથાળે મંદીનો માહોલ જાેવા મળી રહ્યો છે. તમામ ગરમ મસાલા અને તેજાનામાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્પાદનને અસર થતા ભાવ પર તેની અસર પડી છે. તજ અને બાદીયાનનો વિયેતનામમાં સારો પાક થતાં ભાવ ઘટ્યા છે પણ બીજી બાજુ ઘરાકી ઘટતા હાલ તેજાનામાં પણ મંદીનો સામનો કરી રહ્યા છીએ. 

 

ક્યાંથી આયાત થાય છે સુકોમેવો?

સૌની પસંદ એવી બદામનું ભારતમાં માત્ર આઠ ટકા જ ઉત્પાદન થાય છે. કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બદામનો પાક લેવાય છે. બાકીની બદામની જરુરિયાત માટે બદામ આયાત કરવામાં આવે છે. અફઘાનિસ્તાન, ઈરાન, ઓસ્ટેલિયા, અમેરિકાથી બદામ આવે છે. અમેરિકાના ચીલીથી અખરોટ મગાવાય છે. કાજુનુ પણ ભારતમાં ખાસ ઉત્પાદન થતુ નથી માટે આખા કાજુ આફ્રિકાના બેનીમથી આયાત કરી તેલંગણા, આંધ્રપ્રદેશ, મેંગલોર, ગોવા અને ગુજરાતમાં આવેલા પ્રોસેસિંગ પ્લાન્ટમાં કાજુ પ્રોસેસ કરાય છે. તમામ ડ્રાયફ્રુટ્સમાં કાજુ અને બદામનો 40 ટકા વેચાણ હિસ્સો છે. અંજીર અફઘાનિસ્તાન, ઈરાન અને ઉઝબેકિસ્તાનથી મગાવાય છે. જરદાળુ ઈરાન, ઉઝબેકિસ્તાન અને અફઘાનિસ્તાનથી મગાવાય છે. મહારાષ્ટ્રના સાંગલીમાં કિસમીસનો ઉત્પાદન થાય છે અને આ ઉપરાંત અફઘાનિસ્તાનથી પણ કિસમીસ અને કાળી દ્રાક્ષ આચાત કરાય છે. 

આ પણ વાંચો : IKIO Lighting IPO: આજથી શરૂ થયું સબ્સ્ક્રિપ્શન, 35 ટકા રિટેલ રોકાણકારો માટે અનામત