Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના ડો.અતુલ ચગના આપઘાતના કેસમાં સાંસદ રાજેશ ચુડાસમાના પિતા નારણ ચુડાસમાએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે, આ કેસની વધુ સુનાવણી સાત જુલાઈએ હાથ ધરાશે. મહત્વનુ છે કે, જુન માસમાં વેરાવળ સેશન્સ કોર્ટે નારણ ચુડાસમાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. આ હુકમની સામે નારણ ચુડાસમાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. મહત્વનુ છે કે આ કેસમાં વેરાવળ પોલીસે નારણ ચુડાસમા અને તેમના સાંસદ પુત્ર સામે ગુનો દાખલ કરેલો છે.

કેસની વિગત જોઈએ તો થોડા દિવસો પહેલાં ડોક્ટર અતુલ ચગે રહસ્યમય સંજોગોમાં આપઘાત કરેલો. આ સમયે મૃતકે લખેલી સ્યુસાઇડ નોટમાં રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમાના નામના વ્યક્તિનો ઉલ્લેખ છતાં, આ કેસમાં પોલીસે કાર્યવાહી ન કરતા સ્વર્ગીય અતુલ ચગના પુત્રએ હાઈકોર્ટમાં પોલીસ સામે કન્ટેમ્પ્ટની અરજી કરી હતી. જો કે, તે અરજીને હાઈકોર્ટે નકારી હતી.