Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગિરનાર ચઢવામાં સારા સારા લોકો પણ હાંફી જાય છે. ત્યારે રાજકોટનાં વિપુલભાઇ 80 ટકા દિવ્યાંગ હોવા છતા પણ સડસડાટ ગિરનાર ચઢી જાય છે. બન્ને પગે ચાલી શકતા ન હોવા છતા પણ ગિરનાર પર્વત આરામથી સર કરી લે છે.

મક્કમ મનના માનવીને તો હિમાલય પણ નડતો નથી. ત્યારે આ વાક્યને રાજકોટના વિપુલભાઇ બોકરવાડિયાએ સાર્થક કરી બતાવ્યું છે. વિપુલભાઇ આઠ વાર ગિરનાર ચઢી આવ્યાં છે. ત્યારે લોકોને મનમા એમ થાય કે તેમા નવાઇ જેવુ શું છે? પણ જણાવી દઇએ કે વિપુલભાઇ 80 ટકા દિવ્યાંગ છે. તે બે પગ ઉપર ચાલી શકતા પણ નથી. હવે તમે કહેશો કે આ તો ખૂબ અદ્ભુત કહેવાય. ત્યારે આ વર્ષે વિપુલભાઇ નવમી વખત ગિરનાર ચઢવા આવ્યાં છે.

વિપુલભાઈ બોકરવાડિયાએ આ અંગે જણાવ્યું હતું કે, હું જ્યારે 2 વર્ષનો હતો ત્યારે મને પગમાં વિંકલાંગતા આવી ગઈ હતી. હું 80 ટકા તો વિકલાંગ બની ગયો હતો. પછી ધીમે ધીમે મારો અભ્યાસ કર્યો હતો. પછી મને એવુ થયું કે, મારે કંઈક એવુ કરવુ જોઈએ, જેનાથી લોકોને પણ પ્રેરણા મળે.મને ભગવાનમાં ખૂબ જ વિશ્વાસ છે.

2012માં પહેલી વાર અમે 5 વ્યક્તિ સાથે જૂનાગઢ ગિરનાર ચઢવા માટે ગયા હતા. એમ કરતા હવે અમે દર વર્ષે જઈએ છીએ. અને અમે 8 વાર જઈ આવ્યા છીએ અને આ વખતે પણ અમે 9મી વખત ગિરનાર ચઢવા જઈએ છીએ. આ વખતે તો મારી સાથે 105 મિત્રો છે. આ બધા જ મિત્રો મને મનોરંજન પુરૂ પાડી મારો ઉત્સાહ વધારે છે. 2018માં મને India Book of records માં પણ સ્થાન મળેલ હતું. ત્યારે મેડલ પણ આપવામાં આવ્યો હતો.

મારૂ મોટિવ તો દિવ્યાંગ લોકો માટે એ છે કે પગની અપંગતા હોય તો કેટલી બધી ચેલેન્જો સામે આવે છે. હું એમ નથી કહેતો કે તેઓ પણ ગિરનાર ચડે. પણ તેઓ જે ફિલ્ડમાં હોય ત્યાં તેમણે આગળ વધવુ જોઇએ. મન મક્કમ હોય તો આપણે ગમે તે કરી શકીએ છીએ.

પહેલા તો મારા સંબંધીઓએ જ મને ના પાડી હતી. પણ મે મારૂ મન ખૂબ મક્કમ રાખ્યું હતું અને હું ગિરનાર ચઢવા માટે ગયો હતો. હું 2 વખત દત્તાત્રેય અને 6 વખત અંબાજી જઈ આવ્યો છું. જ્યાં સુધી મારુ શરીર કામ કરશે ત્યાં સુધી તો હું ગિરનાર દર્શન માટે જઇશે.

ચિરાગભાઈએ જણાવ્યું કે વિપુલભાઈ અમારા પરમ મિત્ર છે. આ યુવાન વિશે કહેવું એ છે કે, ઘટમાં ઘોટા થનગને યૌવન વિંજે પાંખ.આ એક એવા યુવાન છે કે પોતે દિવ્યાંગ છે તેમ છતાં તેઓ દર વર્ષ ગિરનાર ચઢવા જાય છે.