Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story
  • ડાકોરમાં નવનિર્માણ થઈ રહેલા બ્રિજનો પોપડો પડ્યો
  • ડાકોરમાં તાજેતરમાં જ બનાવવામાં આવેલ બ્રિજ ખખડધજ હાલતમાં
  • તંત્રની બેદરકારી સામે આવતા લોકોમાં ભારે રોષ 

ડાકોરમાં તાજેતરમાં જ બનાવવામાં આવેલ બ્રિજ ખખડધજ હાલતમાં જોવા માળી રહ્યો છે. આ બ્રિજના કામમાં તંત્રની બેદરકારી સામે આવતા લોકોમાં હાલ ભારે રોષ પણ જોવા માળી રહ્યો છે. આજે બ્રિજ પરથી મોટો પોપડો જમીન પર પડ્યો હતો. જોકે કોઈ મોટી જાનહાની ટળતા રહેદારીઓએ હાશકારો અનુભવ્યો હતો.

ગુજરાતમાં આવેલ મોરબી જિલ્લામાં ગત વર્ષે ઝુલતા પુલ દુર્ઘટનામાં 140 થી વધારે લોકોના મોત થતા દેશમાં ભારે ચકચાર જોવા મળી હતી. ત્યારે આજે મોટા ભાગના બ્રિજ પણ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યા છે. ડાકોરમાં આજે નવનિર્માણ થઈ રહેલા બ્રિજનું તકલાદી કામકાજ હોવાથી બ્રિજનો મોટો પોપડો પડ્યો હતો. જોકે સદનસીબે નીચેથી કોઈ રાહદ્દારી ન હોવાને કારણે મોટી જાનહાની ટળતા હાશકારો અનુભવ્યો હતો. તો બીજી બાજુ અમદાવાદના નારોલ અને વિશાલા સર્કલને જોડતો શાસ્ત્રી બ્રિજ છેલ્લા કેટલા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. આ બ્રિજ પરથી મોટા વાહનો પસાર થાય છે ત્યારે નીચે માટી પણ પડતી હાય છે. જોકે મોરબી ઘટના બાદ તંત્રએ પોતાના બચાવ માટે નવો ડામર અને તેના પર વાઈટ ચૂનો ચોપડી પોતાની બેદરકારી સંતાડી દીધી હતી.

આ એહવાલ મીડિયામાં પ્રકાશિત થતા તંત્રની આંખ ખુલી હોય તેવું જણાઈ રહ્યું છે. આજે આ શાસ્ત્રી બ્રિજના રીનોવેશન માટે નવું બજેટ પણ ફળવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ગેંગસ્ટર સંજીવ જીવાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ