Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ઉત્તર કોરિયાના સનકી સરમુખત્યાર કિમ જોંગ તાજેતરમાં ઉત્તર કોરિયાની ઘટતી જતી વસતીથી પરેશાન હોવાના અહેવાલો સામે આવ્યા હતા. હવે તેમને ઉત્તર કોરિયામાં સ્થૂળતા વધી રહી હોવાનો ડર સતાવી રહ્યો છે.

તેના કારણે તેમણે દારુના શોખીનો માટે ઓછી કેલેરી વાળી બીયર લોન્ચ કરી છે. જેના કારણે સ્થૂળતાની સમસ્યા દૂર કરવામાં મદદ મળશે. કિમ જોંગ પહેલા પણ લોકોનું વજન વધી રહ્યુ હોવાના કારણે જાહેરમાં ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેઓ જાહેરમાં કહી ચુકયા છે કે લોકો ફિટ રહે અને દેશની પ્રગતિમાં ફાળો આપે.

કિમ જોંગ પોતે સ્થૂળથાના કારણે પરેશાન છે. આ પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે કોવિડ મહામારી વખતે કિમ જોંગે પોતાનુ વજન ઓછુ કરવા માટે સર્જરી કરાવી હતી.

બ્રિટિશ અખબારે પોતાના અહેવાલમાં દાવો કર્યો કે કિમ જોંગ પોતે ફ્રાન્સના ચીઝ અને પશ્ચિમની એક વ્હીસ્કી બ્રાન્ડના શોખીન છે, પણ ઉત્તર કોરિયામાં મોટાભાગના લોકો દેશમાં બનેલી દેશી બીયર અને સોજૂ નામની ચોખામાંથી બનેલી વાનગી ખરીદી શકે છે. આ સંજોગોમાં લોકોમાં બીયરના કારણે વજન ન વધે તે માટે ઓછી કેલેરી વાળી બીયર લોન્ચ કરી છે.

ઉત્તર કોરિયામાં બીયર બનાવતી સરકારી કંપની ટેડોંગગેંગ દ્વારા આ બીયર લોન્ચ કરવામાં આવી હતી. આ કંપનીની સ્થાપના 2001માં થઈ હતી. એક જાણકારે કહ્યું કે નવી બીયર ઉત્તર કોરિયાના લોકોમાં લોકપ્રિય થવા માંડી છે. કારણકે વધારે વજન ધરાવતા લોકોમાં તેની ડીમાન્ડ પણ વધી રહી છે.

આ પણ વાંચો : જો બિડેનનો પીછો કરતાં જોવા મળ્યા એલિયન્સ