Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ભારતીય રાજકારણમાં આજ -કાલ એવો માહોલ છે કે  સત્તા ભોગવવા કરતા ઈલેક્શન વધુ આવે છે. એક રાજ્યનું ઈલેક્શન પૂરું થાય કે બીજા બે રાજ્યનું ઈલેક્શન હરોળમાં જ હોય, અને જો રાજ્યનું ન હોય તો પેટા- ચુટંણી તો તૈયાર જ હોય. એ પૂરું  થતા લોકસભાના મંડાણ હોય.. પણ આ બધાની વચ્ચે  પ્રચારની સાથે -સાથે જો પક્ષો માટે મતદાતાઓને આકર્ષવા માટે કંઈક હોય તો તે છે ચૂંટણી ઢંઢેરો -મેનીફેસ્ટો -ઘોષણા પત્ર -વચનો. તમારે જે નામ આપવું હોય તે આપી શકો. આ મતદારોને આકર્ષવા માટેનો જે પત્ર છે તેના માટે શું કોઈ નિયમ છે? આવો પ્રશ્ન એટલા માટે થાય કે પક્ષો મેનીફેસ્ટોમાં જે પણ લ્હાણી કરે છે, જે પણ વચનોએ આપે છે તેના માટે કોઈ નિયંત્રણ હોય છે ખરા? કારણકે આજ -કાલ પક્ષો મેનીફેસ્ટોમાં મન ફાવે તેમ  મુદ્દાઓનો સમાવેશ કરે છે. હાલમાં જ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ પર પ્રતિબંધ મુકવાની વાત પર  ધમાસાણ સર્જાયું છે. શું ખરેખર આમ બજરંગ દળ પર પ્રતિબંધ મુકવાની વાતને મેનીફેસ્ટોમાં સમાવવાથી જનતા રિઝાય?  જનતાને પ્રાથમિક જરૂરિયારો સારી રીતે અને સરળતાથી મળે તેનાથી વધારે રાજકીય પક્ષો જોડે કોઈ આશા હોતી નથી. 

આ પહેલા ગુજરાત વિધાસસભા ચૂંટણી વખતે કોંગ્રેસે  તેના મેનીફેસ્ટોમાં મોદી સ્ટેડિયમનું નામ ફરી ચેન્જ કરીને સરદાર પટેલ સ્ટેડિયમ કરવામાં આવશે. આ વાત નો ઉલ્લેખ મેનીફેસ્ટોમાં કર્યો હતો. પણ ખરેખર શું તે વાત જનતાને મત આપતા સ્પર્શે છે ખરી? શું આજ-કાલની ચૂંટણી પક્ષો અને રાજનેતાઓ  ભાવનાત્મકતા સાથે લડે છે? ચૂંટણી ઢેઢેરામાં આવા મુદ્દાના સમાવેશથી અત્યારના સમયમાં ઇલેક્શનનું કેવું અને કેટલું સ્તર છે તે મપાય છે.

હરિયાણાના સિરસાધ ગામમાં સરપંચ માટેની ચૂંટણી લડી રહેલા ઉમેદવારનો પોતાનો મેનીફેસ્ટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો જેમાં તેમને જીએસટી સમાપ્ત કરવાની વાત કરી હતી તો દરેક ઘરોમાં એક બાઈક ફ્રી આપવાની વાત કરી છે. તો ત્યાંથી ના અટકતા આ ઉમેદવારે બધા નાશકરનાર માટે એક બોટલ દારૂ આપવાની વાત પણ આ મેનીફેસ્ટોમાં કરી દીધી છે.

હવે વિચાર આવે કે આ રાજકારણ અને તેમાં પણ ચૂંટણીઓ ટાણે થતી લ્હાણી ક્યાં જઈને અટકશે?