Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

કોરોના કાળા પછી લોકો વધારે શ્વાન પાળતા થયા છે. તેમજ હવે શ્વાનની માંગ પણ વધી છે. ડોગની માંગ વધતા તેને જરૂરી બધી વસ્તુઓની માંગમાં પણ વધારો થયો છે. ડોગને ઉપયોગી હોય તેવી ઘણી બધી વસ્તુઓમાં અનેક વેરાઇટીઓઓ જોવા મળે છે. લોકો ડોગ પાળ્યા પછી તેની પાછળ સારો એવો ખર્ચ કરી રહ્યાં છે.

અમદાવાદમાં હવે માણસો માટે જે પ્રકારે અલગ અલગ કપડાં મળે છે તેમં જ અનેક પ્રકારે ડોગ્સ માટે પણ અલગ અલગ વેરાઇટીની વસ્તુઓ અને કપડા  મળતા થયા છે. ડોગ્સ માટે હવે પેટ શોપ પણ અમદાવાદમાં ખૂબ મોટી સંખ્યામાં વધી ગયા છે. વર્ષ 2018 પરથી તેનો ટ્રેન્ડ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળ્યો છે અને ખાસ કરીને કોરોના મહામારી પછી તો લોકો પોતાના ઘરે વધારે ડોગ્સ રાખતા થયા છે.

ડોગ્સ માટેના પેટ શોપમાં અલગ અલગ પ્રકારના ડોગ્સના ટોયઝથી લઈને ફૂડ સુધીની વસ્તુઓ મળે છે. ડોગ્સ જ્યારે નાના હોય છે ત્યારે જેમ નાના બાળકને રમવા માટે રમકડાંઓ હોય છે તેમ હવે જ ડોગ માટે પણ અલગ અલગ પ્રકારના રમકડાં પેટ શોપમાં મળી રહે છે. ડોગ્સ માટે અલગ અલગ પ્રકારના શેમ્પૂથી લઈને સાબુ સુધીની વસ્તુઓ પણ હવે પેટ શોપમાં મળી રહે છે.

અમદાવાદમાં ઉન્નતિ એક્વેરિયમ અને પેટ શોપના માલિક કહે છે કે,વ્યવસાયમાં ખાસ કરીને કૂતરા માટેની વસ્તુઓમાં છેલ્લાં ચારથી પાંચ વર્ષમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળ્યો છે. લોકોએ હવે ઘરે પાલતું  પ્રાણીઓ રાખવાનું શરૂ કર્યું છે. તેમાં પણ ખાસ કરીને કોરોના રોગચાળામાં વધુ સંખ્યામાં લોકો ડોગ્સ પાળતા થયા છે.ગુજરાતમાં લોકો શ્વાનને એટલા જ માને છે જેટલા તેઓ અન્ય માનવ સાથીદારની ઈચ્છા રાખે છે. હવે તેમની પાસે તેમના શ્વાન માટે પણ વિવિધ વિકલ્પો અને સંસાધનો ઉપલબ્ધ થયા છે. આ બાબત સૂચવે છે કે ડોગ્સને હવે પરિવારના સભ્યો તરીકે ગણવામાં આવે છે.

આપણે ડોગ પ્રોડક્ટ્સની કિંમત વિશે ચર્ચા કરીએ તો ડોગ બેલ્ટ 200 થી 250 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે ડોગની કોસ્મેટિક વસ્તુઓ, શેમ્પૂ અને સાબુ જેવી વસ્તુઓ 100 થી 150 રૂપિયાથી શરૂ થાય છે. ડોગ ફૂડ 200 થી 250 રૂપિયાથી શરૂ થાય છે. ડોગ માટેના રમકડાં 100 રૂપિયાથી શરૂ થાય છે. અમે તેને ગ્રાહકની પસંદગી મુજબ ઓફર કરીએ છીએ.

ડોગ્સ માટે હવે લોકો અલગ અલગ પ્રકારની માંગણીઓ કરે છે. જેના કારણે આ બિઝનેસમાં ખૂબ જ મોટી તેજી જોવા મળી છે. ડોગ્સના શેમ્પૂ, સાબુ વગેરેમાં અનેક વેરાઈટીઓ જોવા મળી છે. બેલ્ટમાં પણ વેરાઈટી ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળી છે. રમકડાંઓમાં પણ અલગ પ્રકારની વેરાઈટી હવે આવી ગઈ છે.

આ પણ વાંચો : લાઇટ બીલની ચિંતા છોડો, મળી રહી છે ફ્રીની વીજળી અને તેમાંથી મોટી કમાણી