Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story
  • રાજ્યપાલની ભલામણ સંદર્ભે સરકાર તેનુ વલણ તો સ્પષ્ટ કરે - અરજદાર
  • હાઈકોર્ટની કાર્યવાહી અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષામાં ચલાવવાની માગનો મામલો
  • હાઈકોર્ટનો સરકારને નિર્દેશ એક માસમાં જવાબ આપો
  • નવેમ્બર-2022માં પીઆઈએલ કરી પણ સરકારે હજુ સુધી તેનુ વલણ સ્પષ્ટ નથી કર્યુ 

ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહી અંગ્રેજીની સાથે સાથે ગુજરાતી ભાષામાં કરવાની માગ સાથે થયેલી અરજીમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે કે એક માસમાં જવાબ રજૂ કરો.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે હાઈકોર્ટની કાર્યવાહી અંગ્રેજીની સાથે સાથે ગુજરાતી ભાષામાં ચલાવવાના મુદ્દે વર્ષ 2012માં રાજ્યપાલે જે ભલામણ કરેલી તે સંદર્ભે રાજ્ય સરકાર તેનુ વલણ તો સ્પષ્ટ કરે. આ મુદ્દે નવેમ્બર 2022માં જાહેરહિતની અરજી કરાયેલી છે. જો કે, સરકારે હજુ સુધી આ બાબતમાં તેનુ શું વલણ છે, તે સંદર્ભે કોઈ સ્પષ્ટતા જ કરી નથી.

હાઈકોર્ટની કાર્યવાહી અંગેજીની સાથે સાથે ગુજરાતીમાં ચલાવવા મુદ્દે રાજ્યપાલે જે ભલામણ કરેલી છે, તેનો અમલ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે કરાવો. રાજ્યપાલે તેનો નિર્ણય રાજ્યના પ્રધાનમંડળની સલાહ બાદ આપેલો. મહત્વનુ છે કે હાઈકોર્ટની કાર્યવાહી અંગ્રેજીની સાથે સાથે ગુજરાતીમાં ચલાવવાના મુદ્દે વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટની એક બેઠક મળેલી. જેમાં આ બાબતને નકારી દેવામાં આવેલી. આ ઉપરાંત, તામિલનાડુ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં પણ પ્રાદેશિક ભાષામાં હાઈકોર્ટની કાર્યવાહી ચલાવવા માટેની મંજૂરીની બાબતને નકારી દીધેલી. અરજદારે સુપ્રીમ કોર્ટની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની સામે પણ પ્રશ્નાર્થ કરેલો છે.

ગત વર્ષે આ મુદ્દે હાઈકોર્ટના સિનિયર કાઉન્સેલ અને ગુજરાત હાઈકોર્ટ એડ્વોકેટ્સ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અસીમ પંડ્યાએ રાજ્યપાલ અને રાજ્ય સરકારને રજૂઆત કરેલી. જો કે, તેના પ્રત્યાઘાતના ભાગરૂપે ગુજરાત હાઈકોર્ટ એડ્વોકેટ્સ એસોસિએશને આ બાબતનો આકરો વિરોધ કરેલો. જેના લીધે, પંડ્યાએ જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપવુ પડેલુ. 

આ પણ વાંચો : પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે છ વર્ષ પૂર્ણ થઈ હોવી જરૂરી