Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

વર્તમાન સમયમાં ગીર અભિયારણ્ય આસપાસ કોમર્શિયલ પ્રવૃત્તિ વધી, વન્ય જીવો પરેશાન- અરજદાર

ગીર અભિયારણ્યમાં સિંહ સહિતના વન્ય જીવોની સુરક્ષા મુદ્દે યોગ્ય નીતિ બનાવવાની માગ સાથેની અરજીની જલદી સુનાવણીની માગને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી

ભૂતકાળમાં હાઈકોર્ટે સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી

ગીરના જંગલોમાં સિંહત સહિતના વન્ય પ્રાણીઓના રક્ષણ માટે વાઈલ્ડ લાઈફ મેનેજમેન્ટ પ્લાન ત્વરિતપણે બનાવવા અને તેમનુ રક્ષણ તથા સંવર્ધનને અનુલક્ષીને યોગ્ય નીતિ અમલી બનાવવાની માગ સાથે થયેલી જાહેરહિતની અરજીની સુનાવણી ઝડપથી કરવાની માગ સાથે થયેલી સિવિલ એપ્લિકેશનને હાઈકોર્ટે સ્વીકારી છે. આ કેસની સુનાવણી 27 જુલાઈએ હાથ ધરાશે.

આ પીઆઈએલને અનુલક્ષીને ભૂતકાળમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર, પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ સહિતના પક્ષકારોને નોટિસ પાઠવેલી છે. જો કે, લાંબા સમયથી રાજ્ય સરકારે આ પીઆઈએલમાં જવાબ રજૂ કરેલો નથી. આ ઉપરાંત, આ અરજી પર સુનાવણીની તારીખ પણ લાંબી પડતી હોવાથી, અરજદારે આ અરજી પર જલદી સુનાવણી કરાવવાની માગ સાથે સિવિલ એપ્લિકેશન કરી હતી.

આ જાહેરહિતની અરજીમાં જે તે સમયે, અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે ગીર અભિયારણ્ય વિસ્તારમાં સિંહ સહિતના વન્ય જીવોને લઈને વર્ષ 1960માં બનેલા નીતિ-નિયમો કે કાયદા ચાલી રહ્યા છે. જેમાં, સુધારો કરવાની જરૂર જણાઈ રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી ગીર અભિયારણ્યના વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ અને બાંધકામ મોટા પાયે થઈ રહ્યુ છે. આ ઉપરાંત, તંત્ર દ્વારા હાઈવોલ્ટેજ વીજળી પૂરી પાડવામાં આવી રહી છે. આ સ્થિતિના લીધે વન્ય જીવોને અસર થઈ રહી છે. જેથ, વન્ય જીવો સંબંધિત જુના કાયદામાં સુધારો કરીને વન્ય જીવોને સુરક્ષા આપવા માટે ચોક્કસ નીતિ બનાવવામાં આવે.

આ પણ વાંચો : નાણાધીરનારને બંદુકનુ લાયસન્સ ન આપવાનો કલેક્ટરનો હુકમ હાઈકોર્ટે રદ કર્યો, અરજી પર ફરી વિચારણાનો નિર્દેશ