Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

હાઈકોર્ટ બહાર કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે કોંગ્રેસના કાર્યકરોના શાંતિ પૂર્ણ દેખાવો

ફરિયાદી પૂર્ણેશ મોદીએ હાઈકોર્ટના ચુકાદાને આવકાર્યો

Ahmedabad: માનહાનિના કેસમાં સુરતની ટ્રાયલ કોર્ટના હુકમ સામે સ્ટેની માગ કરતી  કોંગ્રેસના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની રિવિઝન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ ચુકાદાને અનુલક્ષીને હાઈકોર્ટ બહાર ગોઠવાયેલા કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં બેનરો, પ્લે કાર્ડ લઇ ગુજરાત હાઇકોર્ટની બહાર સામેના રોડ પર શાંતિ પૂર્ણ દેખાવો અને વિરોધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધી દ્વારા હવે સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવાશે

માનહાનિ કેસમાં હાઇકોર્ટે રાહુલ ગાંધીને રાહત ન આપતા, હવે તેઓ આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં ત્વરિતપણે અરજી કરશે. હાલ, રાહુલ ગાંધીના વકીલો હાઈકોર્ટના ચુકાદામાં શું અવલોકન કરાયુ છે, તેનો અભ્યાસ કરી રહ્યા છે.

પૂર્ણેશ મોદીએ ચુકાદાને આવકાર્યો

હાઈકોર્ટના આ ચુકાદાને આવકારતા ફરિયાદી પૂર્ણેશ મોદીએ કહ્યું છે કે, તેઓ હાઈકોર્ટના ચુકાદાને આવકારે છે. રાહુલ ગાધીએ સમજવું જોઇએ કે, તેમણે સદભાવના પૂર્વકનુ વર્તન દાખવવુ જોઈએ.