Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- નીચલી અદાલતના સમન્સ અને ફોજદારી કાર્યવાહીનો સામનો કરવા અને હાજર રહેવાના હુકમ સામે હાઈકોર્ટે સ્ટે આપ્યો

- વર્ષ 2021માં નીચલી અદાલતે રાઘવજીને રાહત આપવાની ના પાડેલી, જેની સામે હાઈકોર્ટમાં અરજી કરાયેલી

અમદાવાદ: ગુજરાત સરકારના કેબિનેટ કક્ષાના ખેતી અને પશુ સંવર્ધનપ્રધાન રાઘવજી પટેલ વિરૂદ્ધની બદનક્ષીની કાર્યવાહી સામે ગુજરાત હાઇકોર્ટે વચગાળાનો સ્ટે આપી દીધો છે. ભૂતકાળમાં નીચલી અદાલત દ્વારા આ કેસમાં રાઘવજી પટેલ સામે પ્રોસેસ એટલે કે સમન્સ જારી કરવાના હુકમ સામે રાઘવજી પટેલે હાઈકોર્ટમાં અરજી કરેલી અને નીચલી અદાલતના હુકમને રદ કરવા માટે માગ કરેલી.

કેસની વિગત જોઈએ તો, રાજ્યના કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલ સામે 30-01-2004ના રોજ ધ્રોલના સ્થાનિક રહેવાસીએ આઇપીસીની કલમ-૫૦૦ હેઠળ બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં પોલીસ દ્વારા જુદા જુદા તબક્કે ત્રણ વખત સમરી ભરવામાં આવી હતી. જો કે, જોડિયા  કોર્ટના પ્રિન્સીપાલ સિવિલ જજ અને જયુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસે પોલીસની સમરી નામંજૂર કરી ફરિયાદીની ફરિયાદ પરથી કોગ્નીઝન્સ લઇ ઇપીકો કલમ-૪૯૯,૫૦૦,૫૦૧,૫૦૨ સાથે વાંચતા કલમ-૧૦૯,૧૧૪ વગેરેના આક્ષેપિત ગુનાઓ માટે રાઘવજી પટેલ સહિતના આઠ આરોપીઓ વિરૂદ્ધ પ્રોસેસ એટલે કે, સમન્સ જારી કરવાનો હુકમ કરાયો હતો. આ ઉપરાંત, રાઘવજી સહિત તમામ આરોપીઓને ફોજદારી કાર્યવાહીનો સામનો કરવા માટે કોર્ટ સમક્ષ હાજર રહેવાનો હુકમ કરેલો. 06-03-2021ના આ હુકમની સામે રાઘવજી પટેલે હાઇકોર્ટમાં સ્પેશ્યલ ક્રિમીનલ એપ્લીકેશન દાખલ કરીને નીચલી અદાલતના હુકમને રદ કરવાની માગ કરેલી છે.