Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

સરકાર દ્વારા હિટ એંડ રનને લઈ નવો કાયદો અમલમાં કરવામાં આવ્યો છે. જેને લઈ ટ્રક ચાલકો હડતાળ પર ઉતર્યા છે. ત્યારે શાકભાજીની નિકાસ અટકી જતા ભાવમાં ઘટાડો થયો છે. જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ચિંતીત બન્યા છે.

હિંમતનગર વડાલી માર્કેટિંગયાર્ડમાં શાકભાજીનો ભરાવો થયો છે. ટ્રાન્સપોર્ટની હડતાળથી શાકભાજીનો યાર્ડમાં ભરાવો થવા પામ્યો છે. યાર્ડમાં શાકભાજીનો ભરાવો થતા ભાવમાં ધરખમ ઘટાડો થવા પામ્યો હતો. હોલસેલ શાકભાજીમાં 50% જેટલા ભાવ ગગડ્યા હતા. હડતાળના પગલે કોઈ શાકભાજીની નિકાસ થઈ નથી. ત્યારે ભાવ ગગડતા ખેડૂતોએ કરેલા ખર્ચ પર અસર થઈ રહી છે. સરકાર યોગ્ય પગલા ભરે તેવી શાકભાજી પકવતા ખેડૂતોની માંગ છે.

આદુના ભાવમાં આંશિક ઘટાડો

અમદાવાદમાં પણ શાકભાજીનાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શિયાળામાં પાકની આવક થતાં ભાવમાં ઘટાડો નોંધાયો છે. લીલી ભાજી 30 રૂપિએ કિલો અને મૂળો અને ગાજરનાં ભાવમાં 20-30 રૂપિયે કિલોનો ઘટાડો થયો છે. તો આદુનો ભાવ પણ આંશિક ઘટાડો થયો છે. 200 રૂપિયે કિલો મળતું આદુ હાલ 160 રૂપિયે કિલો મળી રહ્યું છે. તો બજારમાં ટામેટાનો સૌથી ઓછો 20-30 રૂપિયા કિલો ભાવ છે. તો તુવેર 80-100 રૂપિયા અને લીલી મરચા 60-80 રૂપિયા કિલોનો ભાવ છે. વટાણા 30થી 40 રૂપિયા કિલો ભાવ જોવા મળ્યો હતો. 

કયા શાકભાજીના ઘટ્યા ભાવ?

લીલી ભાજીના ભાવ 20 રૂપિયે કિલો, મૂળો 20 રૂપિયે, ગાજર 30 રૂપિયે, આદું 160 રૂપિયે, ટામેટા 20થી 30 રૂપિયે કિલો, તુવેર 80થી 100 રૂપિયે, વટાણા 30થી 40 રૂપિયે કિલો ભાવ ઘટયા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કોરોનાના કેસમાં થયો વધારો, આ વિસ્તારોમાં પોઝિટિવ દર્દી આવ્યા