Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story
  • રાજ્યના 272 બાર એસોસિએશનની ચુંટણી ડિસેમ્બર-2023માં યોજાશે
  • બીસીજીની ઈલેક્શન ટ્રિબ્યુનલની બેઠકમાં લેવાયો નિર્ણય
  • 30-09-23 સુધીમાં બાર એસોસિએશનના સભ્ય બનનાર જ મતદાન કરી શકશે
  • 10-10-23 સુધીમાં દરેક બાર એસોસિએશને તેમના સભ્યોની યાદી મોકલવાની રહેશે

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (બીસીજી)ના ઈલેક્શન ટ્રિબ્યુનલની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે કે રાજ્યના કુલ 272 બાર એસોસિએશનની ચુંટણી ડિસેમ્બર-2023માં યોજાનાર છે. ત્યારે આ ચુંટણીને અનુલક્ષીને 30-09-2023 સુધીમાં વન બાર વન વોટ હેઠળ દરેક બાર એસોસિએશને તેમના સભ્યોની યાદી 10-10-23 સુધીમાં બીસીજીને મોકલી આપવાની રહેશે. દરેક વકીલોએ તેમના સંબંધિત બાર એસોસિએશનમાં 30-09-2023 સુધીમાં નોંધણી કરાવવાની રહેશે. આ તારીખ સુધીમાં નોંધણી કરાવનાર સભ્યો જ મતદાર બની શકશે અને તેઓ ચુંટણીમાં મતદાન કરી શકશે. 30-09-2023 બાદ સભ્ય બનનારા વકીલો આ વર્ષે નહીં પરંતુ આવનારા વર્ષની ચુંટણીમાં મતદાન કરી શકશે. જો બાર એસોસિએશનો આ ઠરાવનો અમલ કરશે નહીં તો તેવા બાર એસોસિએશનની ચુંટણી પ્રક્રિયા સંદર્ભે બીસીજી દ્વારા યોગ્ય કાર્યવાહી કરાશે.

આ બેઠકમાં વેરાવળ, અંકલેશ્વર,વ્યારા અને ગઢડા બાર એસોસિએશનને નોટિસ કાઢવામાં આવી છે અને તેમને 08-07-2023 સુધીમાં ઈલેક્શન ટ્રિબ્યુનલ સમક્ષ હાજર રહેવાનો હુકમ કરાયો છે. આ ઉપરાંત, ડાકોર સિવિલ અને ક્રિમિનલ બાર એસોસિએશને ફરિયાદ કરેલી કે બાર એસોસિએશનની ચુંટણી વન બાર વન વોટ હેઠળ ગુજરાત બાર એસોસિએશન રૂલ્સ, 2015 મુજબ કરાયેલી નથી. જેથી, બીસીજીએ અહીં નવેસરથી ચુંટણી યોજવાનો હુકમ કરેલો છે. 

આ પણ વાંચો : સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં કોર્ટે દોષિતને સજા ફટકારી