Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. આ માવઠાના કારણે પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે કમોસમી વરસાદ પછી જીરુંની બજારમાં તેજી આવી ગઈ છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એક મણ જીરુંનાં 8400 રૂપિયા ભાવ તથઈ ગયા હતાં.

બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સવારથી જ ખેડૂતો જણસી લઇને પહોંચી ગયા છે. વાહનોની લાંબી લાંબી લાઈનો લાગી હતી. જ્યારે APMC ખાતે જીરુંની મહત્તમ આવક નોંધાવવામાં આવી હતી. કુલ 15 મણ જેટલી જીરુંની આવક નોંધાવવામાં આવી હતી. જીરુંના પ્રતિમણ દીઠ રૂપિયા 8,400 ભાવ મળ્યા જેથી જીરું બજારમાં ભારે તેજી જોવા મળી હતી. તેમજ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની પણ મહત્તમ આવક નોંધાઈ છે. ખેડૂતોને કપાસના ભાવ પ્રતિમણ દીઠ 1350 થી 1481 રૂપિયા સુધી મળ્યા છે.

સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ કરતા બોટાદ યાર્ડમાં કપાસના ભાવ સૌથી ઉંચો અને આવકના પ્રમાણમાં પણ ખૂબ જ વધુ હોય છે. બોટાદ માર્કેટિંગ યાર્ડ એ સૌરાષ્ટ્રમાં સૌથી મોટું કપાસનું માર્કેટિંગ યાર્ડ ગણવામાં આવે છે. માર્કેટ યાર્ડમાં બાજરાની હરાજી કરવામાં આવી. જેના 20 કિલોના નીચા ભાવ 410 રૂપિયા સુધીના રહ્યાં છે અને તેના ઉંચા ભાવ 563 રૂપિયા રહ્યા હતા.

માર્કેટ યાર્ડમાં કપાસની 70 હજાર મણની આવક થઈ છે. જેના એક મણના નીચા ભાવ 1350 રૂપિયા રહ્યા છે અને તેના ઉંચા ભાવ 1481 રૂપિયા સુધી રહ્યા હતા. યાર્ડમાં મગફળીની 168 મણ સાથે સારી એવી આવક થઈ હતી. જેના એક મણના નીચા ભાવ 1090 રૂપિયા રહ્યા છે અને તેના ઉંચા ભાવ 1260 રૂપિયા સુધી રહ્યા હતા.

માર્કેટિંગ યાર્ડમાં ચણાની 38 ક્વિન્ટલ આવક થઈ છે. એક મણના નીચા ભાવ 1000 રૂપિયા રહ્યા છે અને તેના ઉંચા ભાવ 1180 રૂપિયા સુધી રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલની 26 ક્વિન્ટલની આવક થઈ છે. એક મણના નીચા ભાવ 2800 રૂપિયા રહ્યા અને ઉંચા ભાવ 3170 રૂપિયા સુધી રહ્યા છે.

આ પણ વાંચો : આ માવઠાનો માર માંડ માંડ શાંત થશે ત્યારે ડિસેમ્બરની શરૂઆતમાં જ ફરીથી પડશે વરસાદ, અંબાલાલ પટેલે કરી આગાહી