Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રાજકોટમાં અકસ્માતમાં પિતા અને પુત્રનું મોત નપજ્યું છે. જેમાં ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સંતકબીર રોડ પાસે અકસ્માતમાં 2ના મોત થયા છે. ત્યારે સંત કબીર રોડ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા છે. જેમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

શહેરના સંતકબીર રોડ પર આ ઘટના બની

રાજકોટ શહેરના સંતકબીર રોડ પર આ ઘટના બની છે. જેમાં ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. તેમાં બાઇક પર પિતા અને પુત્ર રસ્તા પર જઇ રહ્યાં હતા. ત્યારે અચાનક જ બાઇક સ્લિપ થતા બાજુમાંથી પસાર થતા ટેન્ટરના ટાયર વચ્ચે પિતા અને પુત્ર પટકાયા હતા. તેમાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા દર્શ્યો સામે આવ્યા હતા. જેમાં અકસ્માતમાં પિતા અને પુત્રનું મુત્યું થયું છે. ત્યારે મૃતદેહને સિવિલ હોસ્પિટલ PM માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે સંત કબીર રોડ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ટોળા વિખેરી નાખવામાં આવ્યા છે.

કુવાડવા રોડ પર આવેલા ગ્રીનલેન્ડ ચોકડી નજીક ગંભીર અકસ્માત થયો

અગાઉ રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા ગ્રીનલેન્ડ ચોકડી નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર અને રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. આ ઘટના એટલી ગંભીર હતી કે અકસ્માતની આ ઘટનામાં રીક્ષાનો જ ખુરદો બોલી ગયો હતો. ત્યારે રીક્ષા અને ડમ્પર ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા પિતા અને પુત્રના મૃત્યુ નીપજ્યા છે. 44 વર્ષીય પ્રવીણભાઈ ગરસોંધિયા અને 18 વર્ષના પુત્ર મયંક ગરસોંધિયાનું મૃત્યુ નીપજ્યું હતુ. જ્યારે કે પતિ અને પત્ની સહિત ચાર જેટલા વ્યક્તિઓ અકસ્માતના બનાવવામાં ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું હતુ. ત્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા B ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

આ પણ વાંચો:  જાન્યુઆરી મહિનાના અંતમાં ઠંડીમાં ઘટાડો, રવિ પાક પર અસર થશે