Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગુજરાતમાં TRB જવાનોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાંથી 6400 જેટલા TRB જવાનોને નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય લેવાયો હતો. જે બાદ ગુજરાતનાં વિવિધ શહેરો તેમજ જિલ્લાઓમાં વિરોધના સૂર ઉઠવા પામ્યા હતાં. જેને લઈને આજે TRB જવાનોને છૂટા કરવાના પરિપત્ર મામલે મહિસાગમાંથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું સાંકેતિક નિવેદન સામે આવ્યું છે.

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલએ જણાવ્યું છે કે, TRB જવાનોને સાંજ સુધીમાં સારા સમાચાર મળશે. આ નિવેદન બાદ સૂત્રો પાપ્ત મળતી માહિતી મુજબ TRB જવાનને છૂટા કરવાના નિર્ણયને મોકૂફ રખાઈ શકે છે. તેમજ જે જવાનોએ નિયમનો ભંગ કર્યો તેમને પરત લેવામાં આવશે નહી. વધુમાં સૂત્રો પાપ્ત માહિતી એવી પણ છે કે, શિસ્ત ભંગના કેસમાં TRB જવાનોને પરત લેવાશે નહીં.

જાણો DGPના પરિપત્રમાં શું છે?

ગુજરાતનાં 9 હજારમાંથી 6400 TRB જવાનોને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. 10 વર્ષ, 5 વર્ષ અને 3 વર્ષથી કામગીરી કરતા જવાનોને ક્રમશઃ છૂટા કરવામાં આવનાર છે. તેમજ ફરજ મુક્ત TRB જવાનને ફરી કામગીરીમાં ન લેવા. તેમજ TRB જવાન તરીકે એક સભ્ય લાંબા સમયથી કામ કરે તે યોગ્ય નથી. જવાનોને છૂટા કર્યા બાદ નિયમ મુજબ ભરતી કરવી.


જવાનોને ક્યાં સુધીમાં છૂટા કરવાનો ઉલ્લેખ

10 વર્ષથી ફરજ બજાવતા TRB જવાન 30 નવેમ્બર સુધીમાં છૂટા કરવામાં આવશે. 10 વર્ષથી ફરજ બજાવતા આશરે 1100 TRB જવાન છે. 5 વર્ષથી કામ કરતા TRB જવાન 31 ડિસેમ્બર સુધીમાં છૂટા કરવામાં આવશે. 5 વર્ષથી ફરજ બજાવતા અંદાજે 3000 TRB જવાન હતા. 3 વર્ષથી કામ કરતા TRB જવાન 31 માર્ચ 2024 સુધીમાં છૂટા કરવામાં આવશે. હાલમાં 2300 TRB જવાનો 3 વર્ષથી કામ કરી રહ્યા છે.

પરિપત્ર મુદ્દે વિરોધ

રાજ્યમાં TRB જવાનોને છૂટા કરવાના નિર્ણયને પગલે અનેક જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં પણ TRB જવાનોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો. રાજ્ય સરકારના આ નિર્ણયથી 6 હજારથી વધુ TRB જવાનો પ્રભાવિત થયા છે. ત્યારે રાજ્ય સરકાર પોતાનો પરિપત્ર પરત ખેંચે તેવી માંગ કરવામાં આવી રહી છે. પરિપત્ર પરત નહીં ખેંચાઈ તો આગીમી સમયમાં આંદોલન શરૂ કરાશે તેમ કોંગ્રેસના OBC સેલની બેઠકમાં નિર્ણય લેવાયો હતો.

આ પણ વાંચો : સિંગતેલના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલા રૂપિયા ઘટાડો થયો