Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ફરિયાદીને વળતર પેટે રૂ. 9 લાખ ચુકવવામાં આવે - કોર્ટ

60 દિવસમાં વળતર ન ચુકવે તો વધુ બે માસની સજાનો પણ હુકમ

અમદાવાદ: પાડોશી દુકાનદાર મિત્ર પાસેથી રૂ. 9 લાખ જેટલી માતબર રકમ હાથ ઉછીના લીધા બાદ પરત ચૂકવવાનુ વચન ન પાળનાર આરોપી વેપારી આદેશ્વર મદનલાલ મહેતાને સ્પેશ્યલ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કોર્ટે એક વર્ષની કેદ ફટકારી છે. આ ઉપરાંત, ફરિયાદીને વળતર પેટે રૂ. 9 લાખ ચુકવવા હુકમ કરેલો છે. જો આરોપી 60 દિવસમાં વળતરની રકમ ના ચૂકવે તો તેને વધુ બે મહિનાની કેદની સજા ભોગવવાનો પણ કોર્ટે હુકમ કરેલો છે.

સ્પેશ્યલ કોર્ટનુ અવલોકન છે કે, જયાં સુધી ફરિયાદવાળા વિવાદીત ચેક અન્વયે જયાં સુધી વિરૃધ્ધની હકીકત પુરવાર કરવામાં ના આવે ત્યાં સુધી ચેકની તમામ હકીકતો સાચી અને ખરી હોવાનું અનુમાન કરવાનું રહે છે. જે ખંડનાત્મક અનુમાન હોય છે, તેનું ખંડન મૌખિક કે દસ્તાવેજી પુરાવાથી કરવામાં પણ આરોપી નિષ્ફળ નીવડયા છે. આરોપી ફરિયાદીના પુરાવાનું ખંડન કરતો કે શંકા ઉપજાવે તેવો કોઇ સચોટ અને વિશ્વસનીય પુરાવો રેકર્ડ પર રજૂ કરવામાં નિષ્ફળ ગયેલ છે, તેથી આરોપી આદેશ્વર મદનલાલ મહેતાને ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ના ગુના માટે ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-255(2) મુજબ તકસીરવાન ઠરાવવામાં આવે છે.

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં બાલાજી એવન્યુ ખાતે દુકાન ધરાવતા ફરિયાદી સજ્જનસિંહ લાલસિંહ ચૌહાણ તરફથી જણાવ્યું હતું કે, ફરિયાદીની દુકાનની બાજુમાં જ આરોપીની ભાડાની દુકાન પણ આવેલી હતી અને તે નાતે તેઓ પાડોશી હોવાથી એકબીજાને ઓળખતા હતા અને મિત્રતા થઇ હતી. એપ્રિલ 2014માં આરોપી આદેશ્વર મદનલાલ મહેતાને ધંધાના કામકાજ માટે નાણાંની જરૂર પડતાં તેણે ફરિયાદી પાસે રૂ. 9 લાખની રકમની માંગણી કરી હતી. ફરિયાદીએ મિત્રતાના નાતે ભરોસો રાખી આરોપીને રૂ. 9 લાખ હાથ ઉછીના આપ્યા હતા. આરોપીએ આ રકમ ઓકટોબર 2014ના પહેલા અઠવાડિયામાં ચૂકવી દેવાની ખાતરી આપી હતી અને રૂ. 9 લાખની રકમ પેટે ત્રણ અલગ-અલગ ચેકો પણ આપ્યા હતા. જો કે, સમયમર્યાદામાં પૈસા પરત નહી કરતાં ફરિયાદીએ ઉપરોકત ત્રણેય ચેકો બેંકમાં ભરતાં તમામ ચેકો અપૂરતા ભંડોળના કારણે પરત ફર્યા હતા. ફરિયાદીએ જયારે આરોપીને આ હકીકતની જાણ કરી અને પોતાના પૈસાની માંગણી કરી ત્યારે આરોપીએ ફરિયાદી સાથે ઉદ્ધતાઇભર્યા વર્તન સાથે જણાવ્યું હતુ કે, મારી પાસે કોઇ રકમની વ્યવસ્થા નથી. તમને તમારા રૃપિયા મળવાના નથી. આમ, આરોપીએ ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરી ફરિયાદીના મહેનત-પરસેવાની કમાણીના રૃપિયા પચાવી પાડયા છે. આરોપી દ્વારા અપાયેલા ચેકો પણ પરત ફર્યા હોઇ તેની વિરૃદ્ધ નેગોશી રૂ. 9 લાખ એબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની જોગવાઇ મુજબ ન્યાયિક કાર્યવાહી કરી સજા અને દંડ કરી વળતર અપાવવા પણ ફરિયાદપક્ષ તરફથી માંગ કરાઇ હતી.