Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

પોક્સો કોર્ટે દોષિતને રૂ. એક લાખનો દંડ ફટકારાયો

અમદાવાદની સગીરા સાથે સુરત રેલવે સ્ટેશનના બાથરૂમમાં દુષ્કર્મનો મામલો

પોક્સો કોર્ટે દોષિતને વીસ વર્ષ કેદની સજા ફટકારી

પીડીતાને વળતર પેટે રૂ, એક લાખ ચુકવવાનો હુકમ

અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી ૧૩ વર્ષની સગીરાનું અપહરણ કરીને સુરત લઈ જઈ તેણી સાથે  સુરત રેલ્વે સ્ટેશન પરના બાથરૃમમાં દુષ્કર્મ આચરવાના કેસમાં પોક્સો કોર્ટના સ્પેશ્યિલ જજે દોષિત ઉજ્જવલ અરવિંજ કડેદીન ગૌડને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, તેને રૂ. એક લાખનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે એ પણ આદેશ કર્યો છે કે, પીડિતાને વળતર પેટે રૂ. એક લાખનુ વળતર ચુકવવામાં આવે.  

પોક્સોની ખાસ અદાલતનુ અવલોકન છે કે, પિડીતાનુ નિવેદન છે કે, આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચરેલુ છે. તેણીએ સીઆરપીસીની કલમ-164 મુજબ નિવેદન પણ આપેલુ છે અને ડોક્ટર સમક્ષ પણ આ હકીકત જણાવેલી છે. મેડિકલ તપાસમાં પણ આ વાત પુરવાર થઈ છે. સાંયોગિક પુરાવાની ધ્યાને લેતા ફરિયાદીના કેસને સમર્થન મળે છે. જેથી, આરોપીને કડકમા કડક સજા કરવી ન્યાયોચિત લેખાશે.

સુનાવણી દરમિયાન, સરકારી વકીલની રજૂઆત હતી કે શહેરના ઓઢવ વિસ્તારમાંથી આરોપીએ ફરિયાદીની ૧૩ વર્ષ અને આઠ મહિનાની સગીરાને ભગાડી હતી અને તેને સુરત લઈ ગયેલો. જ્યાં તેણે સુરત રેલવેસ્ટેશનના બાથરૂમમાં તેણી સામે દુષ્કર્મ આચરેલુ. આ એક જધન્ય અપરાધ છે. આ પ્રકારના અપરાધને રોકવા જરૂરી છે. જેથી, સમાજમાં આ પ્રકારના ગુનાને અટકાવવા સંદર્ભે કડક  સંદેશ જાય તે હેતુથી આરોપીને કાયદા મુજબ કડકમાં કડક સજા અને દંડ ફટકારો. આ પોક્સો એક્ટ હેઠળનો ગુનો છે અને આરોપી સાથે જરા પણ દયા દાખવી શકાય નહી.

આ પણ વાંચો : વકીલાતની પ્રેક્ટિસ માટે બીસીઆઈ દ્વારા લેવાતી પરીક્ષામાં ગેરરીતિનો મામલો