Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ભારતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 313 કેસ નોંધાયા છે. તે જ સમયે, દેશમાં એક્ટિવ કેસોમાં ઘટાડો થયો છે જે ઘટીને 2041 પર આવી ગયો છે. શુક્રવારે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 2331 હતી.

ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 313 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, દેશમાં સક્રિય કેસોમાં ઘટાડો થયો છે. જે ઘટીને 2,041 પર આવી ગયો છે. શુક્રવારે દેશમાં સક્રિય કેસની સંખ્યા 2,331 રહી છે. મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં સંક્રમણને કારણે કર્ણાટકમાં બે અને મહારાષ્ટ્રમાં એકનું મૃત્યુ થયું છે.

કોરોના કેસમાં થયો વધારો

5મી ડિસેમ્બર સુધી કોરોના કેસોમાં ઘટાડો નોંધાયો હતો. જેના પરિણામે કેસોની સંખ્યા બે આંકડામાં પહોંચી ગઈ હતી. જો કે, કોરોનાના નવા પ્રકારો સામે આવ્યા બાદ તેના કેસોમાં ઝડપથી વધારો થયો છે. સમાચાર એજન્સી PTIએ સત્તાવાર સૂત્રોને ટાંકીને કહ્યું કે હાલમાં ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે દેશમાં કોરોનાનું JN.1 પ્રકાર ન તો નવા કેસોમાં ઝડપથી વધી રહ્યું છે અને ન તો હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુદરમાં વધારો થઈ રહ્યો છે.

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોનિટરિંગ કરવા જણાવ્યું

દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થાય રહ્યો છે. ત્યારે JN.1 વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તકેદારી રાખવા જણાવ્યું છે. રાજ્યોને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા કહેવામાં આવ્યું હતું.

4.4 કરોડથી પણ વધુ લોકો સ્વસ્થ થયા 

મંત્રાલયે કહ્યું છે કે દેશમાં અત્યાર સુધીમાં 4.4 કરોડથી પણ વધુ લોકો કોરોનાથી સાજા થયા છે. મંત્રાલયની વેબસાઇટ મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો:  ઉત્તર ભારતમાં ઠંડીનો કેર યથાવત, ટ્રેન-ફ્લાઈટ્સ પ્રભાવિત, ત્રણ દિવસ એલર્ટ