Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ફૂટપાથ  એ માત્ર રાહદારીઓ માટે છે, નહીં કે પાર્કિંગ કે ફેરિયાઓ માટે - હાઈકોર્ટ

હાઈકોર્ટે સરકાર અને ટ્રાફિક પોલીસને ઝાટકી – ટ્રાફિકના પ્રશ્નના ઉકેલ માટે સામાન્ય સમજણની જરૂર છે

રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ, ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દેના આદેશનો અમલ ન થતા, હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ અરજી થયેલી છે

રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે હાઈકોર્ટે આપેલા આદેશનુ પાલન ન થતા થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણી દરમ્યાન ગુજરાત હાઇકોર્ટે રાજય સરકાર અને ટ્રાફિક પોલીસની આકરી ઝાટકણી કાઢતા કહ્યું છે કે, શહેરમાં ફુટપાથ અને જાહેર માર્ગો પર આડેધડ પાર્કિંગ અને લારી-ગલ્લાંફેરિયાઓનો રાફડો ફાટી નીકળ્યો છે.  હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબફુટપાથ માત્ર રાહદારીઓ માટે છેપાર્કિંગ કે ફેરિયાઓ માટે નહી. ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે કોમન સેન્સ(સામાન્ય સમજણ)ની જરૃર છેકોઇ સાયન્ટીફિક મિકેનિઝમની જરૂર નથી.

હાઇકોર્ટે ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તામંડળને આદેશ કર્યો છે કે, આડેધડ પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે ફોટોગ્રાફ્સ સાથેનો વિગતવાર અહેવાલ રજૂ કરો. હાઇકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કેઆડેધડ પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા માટે જે તે વિસ્તારના પોલીસ અધિકારીની જવાબદારી રહેશે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાઇકોર્ટે એસજી હાઇવેસીજી રોડજજીસ બંગલો રોડનારણપુરા ચાર રસ્તાથી હાઇકોર્ટ સુધીના વિસ્તારના વિવિધ માર્ગો પરનો ફોટા સાથેનો અહેવાલ રજૂ કરો.

સુનાવણી દરમિયાન, હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કેઅગાઉ હાઇકોર્ટે રસ્તામાં નડતરરૂપ અને ફુટપાથ પરના તમામ દબાણો હટાવવા અને માર્ગો-ફુટપાથ ખુલ્લા રાખવા એસ્ટેટ ડિપાર્ટમેન્ટ અને ટ્રાફિક પોલીસને ઉદ્દેશીને હુકમો કરાયેલા છે. સુપ્રીમકોર્ટે પણ સ્પષ્ટ ઠરાવ્યું છે કેફુટપાથ એ માત્ર રાહદારીઓ માટે જ છેતેમ છતાં શહેરના માર્ગોની બંને બાજુએફુટપાથ પરહોસ્પિટલ-દવાખાના અને શૈક્ષણિક સંસ્થાની બહાર કે સામે ગેરકાયદે પાર્કિંગ અને લારી-ગલ્લાનું ન્યુસન્સ થઇ ગયુ છે.

હાઇકોર્ટે સરકાર અને ટ્રાફિક પોલીસને ઝાટકતાં જણાવ્યું હતું કેબધી લારીઓફાસ્ટફુડના ગલ્લા-રીક્ષાઓ વગેરેથી અડધા રોડ ગેરકાયદે પાર્કિંગ ભરેલા હોય છેજેના કારણે સામાન્ય માણસને ટ્રાફિકની વિકટ સમસ્યાનો કેટલો સામનો કરવો પડી રહ્યો છે લોકો નો પાર્કિંગ ઝોનમાં પણ પાર્કિંગ કરી જાય છે. નિયમોનું પાલન કરવાની જવાબદારી કાયદાનો અમલ કરાવતી સંસ્થા અને સરકારની છે. લોકો કાયદાનું પાલન નથી કરી રહ્યા એટલે તોકાયદાની અમલવારીની જરૃર છે. પીક અવર્સમાં ચાર રસ્તા કે ત્રણ રસ્તા પર તમારે પોલીસ કર્મચારીઓને ફરજ પર તહેનાત કરો.

સરકારની રજૂઆત હતી કે, ટ્રાફિક પોલીસ સીસીટીવી મારફતે ટ્રાફિક પર નજર રાખી રહી છે અને મોનિટરીંગ પણ થઇ રહ્યું છે અને આ વિકટ સમસ્યા માટે વૈજ્ઞાનિક અભિગમથી નિવારણની દિશામાં વિચારવામાં આવી રહ્યું છે.

જો કે, હાઇકોર્ટે સરકારને સ્પષ્ટપણે ઝાટકતા કહેલુ કે, આવી બધી વાતો બાજુ પર મૂકોઆમાં કંઇ રોકેટ સાયન્સ નથીટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે માત્ર કોમન સેન્સ(સામાન્ય સમજણ)ની જરૃર છે. બીજું કંઇ નહી. સાચી નિષ્ઠા અને અસરકારક પ્રયાસો કરો તો સમસ્યાનો ઉકેલ તમારા હાથમાં જ છે. કેસની વધુ સુનાવણી ૨૫ જુલાઇએ હાથ ધરાશે.  

બોક્સ -  શું તમે લોકોને કાયદો તોડતા જોયા કરશો ?-  હાઇકોર્ટ

અરજદારની રજૂઆત હતી કે, હાઇકોર્ટની બહાર જ કારગીલ પેટ્રોલ પંપ ચાર રસ્તા પર પાર્ક થયેલી રીક્ષાઓઓલા-ઉબેર અને ટ્રાફિકની સમસ્યા વકરેલી છે. આ ઉપરાંત, રોંગ સાઇડમાં વાહન હંકારવાની સમસ્યા પણ ગંભીર અકસ્માતોની દહેશત જન્માવે છે.

જો કે, સરકારની રજૂઆત હતી કે  અમુક જગ્યાએ વાહન પાર્ક થાય તો ત્યાં કશું થઇ શકે તેમ નથી હોતુઆ સમયે,  હાઇકોર્ટે સરકારને માર્મિક ટકોર કરેલી કેશું તમે લોકોને કાયદો તોડતા જોયા કરશો તમે આંખો બંધ કરી લેશો તમારે ટ્રાફિકની સમસ્યા જોવી હોય તો સાંજે ઇસ્કોનપકવાન ચાર રસ્તાજજીસ બંગલો રોડનારણપુરા જેવા વિસ્તારોમાં આંટો મારી આવો તો તમને ખબર પડી જશે.

આ પણ વાંચો : રખડતા ઢોરના મામલે એએમસીએ 980 ઢોર માલિકો સામે એફઆઈઆર નોંધી