Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગુનાની ગંભીરતાને જોતા હાલ અરજદારને જામીન આપી ન શકાય - કોર્ટ

હાટકેશ્વર બ્રિજના નબળા બાંધકામનો મામલો

એસજીએસ ઈન્ડિયા પ્રા.લિ.ના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર પ્રવિણ દેસાઈની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી

અરજદાર સામેના આરોપ ગંભીર તેને જામીન આપો નહીં - સરકાર

ખોખરા વિસ્તારમાં સ્થિત હાટકેશ્વર બ્રિજના નબળા બાંધકામના કેસમાં એસજીએસ ઈન્ડિયા પ્રા.લિના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર પ્રવીણ દેસાઈની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટનુ અવલોકન છે કે, કેસની ગંભીરતાને જોતા અરજદારને જામીન આપી ન શકાય.

કેસની વિગત જોઈએ તો, હાટકેશ્વર બ્રિજના મોનિટરિંગ અને નિરીક્ષણની કામગીરી એસજીએસ ઈન્ડિયા પ્રા.લિ.ને સોંપવામાં આવેલી. જો કે, આ કંપનીએ તેની કામગીરી યોગ્ય રીતે ન કરતા બ્રિજમાં રહેલી ખામી નજરે પડી હતી. આ બાબતની કોર્ટે પણ ગંભીરતાથી નોંધ લીધેલી. સુનાવણી દરમિયાનસરકારી વકીલની રજૂઆત હતી કે એસજીએસ ઈન્ડિયા પ્રા,લિ,ને હાટકેશ્વર બ્રિજને લઈને જે કામગીરી સોંપવામાં આવી હતી, તે તેણે યોગ્ય રીતે કરી જ નથી. જો કંપની દ્વારા તેને સોંપાયેલી કામગીરી યોગ્ય રીતે કરાઈ હોત, તો બ્રિજની આ હાલત થઈ ન હોત. અરજદાર સામે ગંભીર આરોપ છે અને આ બિનજામીનલાયક ગુનો છે. કંપનીએ તેની જવાબદારી યોગ્ય રીતે નિભાવી ન હોવાથી એએમસીની તિજોરીને પણ લાખોનુ નુકસાન થયુ છે અને જાહેરજનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને તેમના જીવ પણ જોખમમાં મુકાયા હતા. જો, અરજદારને જામીન અપાશે તો સમાજમાં ખોટો સંદેશ જશે.

આ પણ વાંચો : કબ્રસ્તાન માટે જગ્યાની ફાળવણી કે ફંડ આપવા મુદ્દે એએમસી ધાર્મિક ભેદભાવ કરે છે તેવા આક્ષેપ